મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોટેશ્વરના સ્થાનિકો સાથે ચાની ચૂસકી લીધી, નાસ્તો પણ કર્યો, જુઓ ફોટો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઓળખ કોમનમેન તરીકેની છે. છાશવાર તેમનો સરળ અને નિખાલસ સ્વભાવ સામે આવે છે. જેના કારણે લોકોમાં તેમની લોકપ્રિયતા પણ વધી રહી છે. ત્યારે ફરી એક વખત તેમનો આગવો અંદાજ અને સરળ સ્વભાવ સામે આવ્યો છે. શુક્રવારે મુખ્યમંત્રીના આ સ્વભાવનો અનુભવ અંબાજી નજીકના કોટેશ્વર ગામના લોકોને થયો છે. શુક્રવારે યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ગબà
Advertisement
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઓળખ કોમનમેન તરીકેની છે. છાશવાર તેમનો સરળ અને નિખાલસ સ્વભાવ સામે આવે છે. જેના કારણે લોકોમાં તેમની લોકપ્રિયતા પણ વધી રહી છે. ત્યારે ફરી એક વખત તેમનો આગવો અંદાજ અને સરળ સ્વભાવ સામે આવ્યો છે. શુક્રવારે મુખ્યમંત્રીના આ સ્વભાવનો અનુભવ અંબાજી નજીકના કોટેશ્વર ગામના લોકોને થયો છે.
શુક્રવારે યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જઇ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં કોટેશ્વર ખાતે રસ્તા પર આવેલી સામાન્ય દુકાન પર રોકાયા હતા અને ત્યાં હાજર લોકો અને બાળકો સાથે વાતો કરી હતી. મુખ્યમંત્રીએ એક દુકાને પોતાના કાફલાને રોકાવ્યો હતો અને દુકાન પર એક સામાન્ય માણસની માફક જ બેઠી હતા. તેમણે ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરી હતી. આ સિવાય ત્યાં હાજર બાળકો સાથે પણ શિક્ષણ અને અન્ય સુવિધા વિશે વાત કરી હતી.
માત્ર આટલું જ નહીં આ દુકાન પર મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે ચાની ચૂસ્કી પણ લીધી હતી અને નાસ્તો પણ કર્યો હતો. મુખ્યમંત્રીને આવા સાદા અંદાજમાં જોઇને ગામલોકો પણ ખુશ થઇ ગયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રી અરવિંદ રૈયાણી તથા મુખ્યસચિવ પંકજ કુમાર પણ જોડાયા હતા. મુખ્યમંત્રીના આવા આગવા અંદાજ સાથેના ફોટો સામે આવતા જ તે વાયરલ થયા હતા.
આ પહેલા વડોદરાની ઓચિંતિ મુલાકાત લીધી હતી
ઉલ્લેખનીય છે કે આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આવો અંદાજ જોવા મળ્યો હોય. આ પહેલા પણ તેમણે આ રીતે ઓચિંતી મુલાકાત લઇને રાજ્યના લોકોને ચોંકાવ્યા છે. હજુ થોડા સમય પહેલા જ લખનઉ જતી વખતે રસ્તામાં મુખ્યમંત્રી ઓચિંતા જ વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં આવેલી એકતાનગરની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. અચાનક આ રીતે મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં જોયા બાદ ત્યાંના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. મુખ્યમંત્રીએ ત્યાંના લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણી હતી. મુખ્યમંત્રીએ ઝૂંપડપટ્ટીનના સ્થાનિકો સાથે, ત્યાંના લાર-ગલ્લાવાળા તેમજ સામાન્ય દુકાનદારો સાથે વાત કરી હતી.
Advertisement


