જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન à
Advertisement
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. અગાઉ કહ્યું હતું કે શહીદ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદના હત્યારાઓમાંના એક સહિત જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા હતા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં ફસાયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓમાં 13 મેના રોજ પુલવામામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની હત્યાનો આરોપી આતંકવાદી પણ સામેલ છે.
અનંતનાગ એન્કાઉન્ટરમાં બેના મોત
આ સિવાય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના ક્ષિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ગતિવિધિઓ વધી છે, જેનો જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો જડબાતોડ જવાબ આપીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યાં છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરની સરહદ પર ડ્રોનની ગતિવિધિઓ વધી છે. જેને ધ્યાનમાં રાખીને તેને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (એલઓસી) નજીક તૈનાતી વધારી દેવામાં આવી છે. આતંકવાદીઓએ ઘણી વખત આ પ્રકારના પ્રયાાસો કર્યા છે. ગઈકાલે જ સીમા સુરક્ષા દળે એક ડ્રોન તોડી પાડ્યું હતું.
આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે
અમરનાથ યાત્રા આજથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 43 દિવસ લાંબી અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને થ્રી લેયર સુરક્ષા આપવામાં આવી રહી છે.
Advertisement


