બોટાદના હડદડ ગામે ખેડૂત પંચાયતમાં ઘર્ષણ, પોલીસનો લાઠીચાર્જ; જાણો અત્યારે કેવો છે માહોલ
Botad : બોટાદ જિલ્લાના હડદડ ગામે ગઈકાલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂતોની પંચાયત સભા દરમિયાન તંગદિલી સર્જાઈ હતી. સભામાં હાજર રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વણસી હતી.
Advertisement
- બોટાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
- ગઈકાલે AAP દ્વારા ખેડૂતોની પંચાયત સભાનું કરાયું હતુ આયોજન
- પંચાયત સભામાં પોલીસ અને AAP વચ્ચે સર્જાયું હતુ ઘર્ષણ
- પોલીસે ટોળાને વિખેરવા કર્યો હતો હળવો લાઠીચાર્જ
- પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ પડી હતી ફરજ
- હાલ હડદડ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
- હડદડ ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ
- રેન્જ આઈજી સહિતના પોલીસ કાફલાએ મામલો પાડ્યો થાળે
Botad Stone Pelting : બોટાદ જિલ્લાના હડદડ ગામે ગઈકાલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂતોની પંચાયત સભા દરમિયાન તંગદિલી સર્જાઈ હતી. સભામાં હાજર રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વણસી હતી.
આપને જણાવી દઇએ કે, ટોળાને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને વળી ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. જોકે, રેન્જ આઈજી સહિતના વરિષ્ઠ પોલીસ કાફલાએ તુરંત દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. હાલમાં, હડદડ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેના કારણે શાંતિપૂર્ણ માહોલ છે. આ સમગ્ર ઘટના અંગે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
આ પણ વાંચો : Botad Marketyard : પોલીસ બંદોબસ્ત હેઠળ કપાસની હરાજી શરૂ, 3 દિવસ બાદ યાર્ડ ધમધમ્યું
Advertisement


