Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકમાં ભગવા રંગમાં રંગાશે સ્કૂલોના ક્લાસરૂમ, વિપક્ષની ટીકાનો શિક્ષણમંત્રીએ આપ્યો સણસણતો જવાબ

કર્ણાટક સરકારે 'વિવેકા' યોજના (Viveka Scheme) હેઠળ રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા 10 હજાર વર્ગખંડોને કેસરી રંગથી રંગવાનું નક્કી કર્યું છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર રાજ્યભરની સરકારી શાળાઓમાં રૂ. 992 કરોડના ખર્ચે સ્વામી વિવેકાનંદના નામના 10,000 થી વધુ વર્ગખંડો બાંધવાની યોજના બનાવી રહી છે. આ યોજનાની શરૂઆત સોમવારે કલબુર્ગીમાં ચિલ્ડ્રન્સ ડે (Children's Day) નિમિત્તે શિક્ષણ પ્રધાન બીસી નાગેશ સાથે મુખ્યમં
કર્ણાટકમાં ભગવા રંગમાં રંગાશે સ્કૂલોના ક્લાસરૂમ  વિપક્ષની ટીકાનો શિક્ષણમંત્રીએ આપ્યો સણસણતો જવાબ
Advertisement
કર્ણાટક સરકારે 'વિવેકા' યોજના (Viveka Scheme) હેઠળ રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા 10 હજાર વર્ગખંડોને કેસરી રંગથી રંગવાનું નક્કી કર્યું છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર રાજ્યભરની સરકારી શાળાઓમાં રૂ. 992 કરોડના ખર્ચે સ્વામી વિવેકાનંદના નામના 10,000 થી વધુ વર્ગખંડો બાંધવાની યોજના બનાવી રહી છે. આ યોજનાની શરૂઆત સોમવારે કલબુર્ગીમાં ચિલ્ડ્રન્સ ડે (Children's Day) નિમિત્તે શિક્ષણ પ્રધાન બીસી નાગેશ સાથે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (CM Basavaraj Bommai) દ્વારા કરવામાં આવી હતી.
શિક્ષણ પ્રધાન બી.સી.નાગેશે (B.C. Nagesh) વર્ગખંડોને કેસરી રંગથી રંગવાના સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે તે આર્કિટેક્ટ્સની ભલામણો પર આધારિત છે.બીસી નાગેશે કહ્યું " તેમાં ખોટું શું છે? ભગવો પણ એક રંગ જ છે. જો આર્કિટેક્ટ્સ કેસરી રંગ સૂચવશે તો અમે તેને કેસરી રંગથી રંગીશું. સરકાર નક્કી કરશે નહીં  કે બારી, દરવાજા અને સીડીઓનો રંગ કેવો હોવો જોઇએ. અમારી પાસે આર્કિટેક્ટ છે અને તેની ભલામણોના આધારે નિર્ણય લેવાશે.
વર્ગખંડમાં ભગવા રંગ લગાવવાની વિપક્ષની ટીકા પર પ્રતિક્રિયા આપતા મંત્રીએ કહ્યું, "કેટલાક લોકોને ભગવાથી એલર્જી છે. તેમના ઝંડામાં પણ ભગવો છે, તેઓએ તેને શા માટે રાખ્યો છે? તે પણ દૂર કરો અને તેને સંપૂર્ણપણે હટાવો. મુખ્યમંત્રી બોમ્માઈએ કહ્યું કે સ્વામી વિવેકાનંદના નામે શાળાની ઇમારતો બનાવવામાં આવી છે. વિવેકાનંદ સાધુ હતા.તેઓ ભગવા વસ્ત્રો પહેરતા હતા. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×