Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

11મા ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 11મા ખેલ મહાકૂંભનું  ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે,  એક સમય હતો કે જ્યારે રમત-ગમત માટેની રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ સગવડ નહોતી, સારા કોચ નહોતાં કે સારાં મેદાનની સારી સગવડ નહોતી. પરંતુ આજે આંતરરાષ્ટ્ર
11મા ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ
Advertisement
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 11મા ખેલ મહાકૂંભનું  ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે,  એક સમય હતો કે જ્યારે રમત-ગમત માટેની રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ સગવડ નહોતી, સારા કોચ નહોતાં કે સારાં મેદાનની સારી સગવડ નહોતી. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડ ઉભી થઇ છે. તેમણે કહ્યું કે, સતત 11 ખેલ મહાકૂંભને લીધે આજે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલ ખેલ મહાકુંભ આજે 11 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. તેને કારણે આજે રાજ્યના નાનામાં નાના સ્થળ સુધી રમતની સુવિધાઓ ઊભી થઈ છે. તેમણે જણાવ્યું કે, માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આગળ વધવું એવો જુના ખ્યાલ બદલીને આજે સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકાય છે, કારકિર્દી બનાવી શકાય છે અને પોતાના સાથે સમાજનું નામ રોશન કરી શકાય છે તેવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે. મેયર શ્રીમતી કિર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે આપણને યોગા ડાન્સ આવાં કાર્યક્રમોમાં જોવા મળતો હોય છે પરંતુ આજે અહીં કરાટે ડાન્સ જોવાં મળ્યો છે જે એક અનોખો ખ્યાલ છે. તેમણે કહ્યું કે, દીકરીઓ આ કળા હસ્તગત કરીને પોતાનું રક્ષણ કરી શકે છે અને પોતાનું  આત્મસંરક્ષણ કરી શકે છે.
તાલુકા, ઝોન કક્ષા,  જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ યોજાઇ હતી. આ બધી રમતોમાં 1 લાખથી વધુ રમતવીરોએ ભાગ લઇને પોતાની કલાનું નિદર્શન કર્યું હતું.
Tags :
Advertisement

.

×