Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ

આજે ગુજરાતમાં રમતગમ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત આ વર્ષે ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે. ગુજરાતની મહેમાનગતિમાં દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે. આ ગેમ્સનું આયોજન ગુજરાતમાં પ્રથમ વાર 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે કરાશે. જેમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ અંગેની માહિતી CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આપી હતી.
cm ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત  ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ
Advertisement
આજે ગુજરાતમાં રમતગમ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત આ વર્ષે ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે. ગુજરાતની મહેમાનગતિમાં દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે. આ ગેમ્સનું આયોજન ગુજરાતમાં પ્રથમ વાર 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે કરાશે. જેમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ અંગેની માહિતી CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આપી હતી. મુખ્યમંત્રીએ ટ્વિટ કરતા જણાવ્યું કે, 'મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOAનો આભારી છું.' 


રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી શેર કરી 

Advertisement




આ પહેલાં તાજેતરમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ અંગે પણ ચર્ચાઓ થઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જવળ દેખાવ માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરશે. 
આ પહેલાં ગુજરાતની યજમાનીમાં હાર્દિક પંડ્યાના સફળ નેતૃત્ત્વમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના આંગણે  મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં  ગુજરાત ટાઇટન્સની ટીમ વિજેતા બની ઝળકી હતી. આ પેહલાં વર્ષે 2018માં ગુજરાતમાં કબડ્ડી વર્લ્ડ કપનું પણ સફળ આયોજન કરાયું હતું. 
Advertisement

Koo App

મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું. ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.

- Bhupendra Patel (@BhupendraPatel) 8 July 2022

Tags :
Advertisement

.

×