માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે CM Bhupendrabhai Patel
Gir Somnath : રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે.
Advertisement
Gir Somnath : રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં કડવાસણ ગામની મુલાકાત લઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ સાથે માવઠાનો માર સહન કરનારા ખેડૂતો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો. દરમિયાન, મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા , પ્રદ્યુમનભાઈ વાજા , પૂર્વ MP દિનુભાઈ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યા. આ મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ બની છે.... જુઓ અહેવાલ....
Advertisement


