Coldplay Concert in Ahmedabad : પોલીસ અને કર્મચારીઓ મળી કુલ 3800 થી વધુનો સ્ટાફ તૈનાત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ Coldplay ના કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
Advertisement
- પોલીસ અને કર્મચારીઓ મળી કુલ 3 હજાર 825નો સ્ટાફ તૈનાત
- NSGની એક ટીમ પણ બંદોબસ્તમાં રહશે
- ORTની 3 ટીમ SDRFની 1 ટીમ અને BDDS 10 ટીમ તૈનાત
- ટ્રાફિક વ્યવસ્થા પણ ડાયવર્ટ કરવામાં આવશે
- જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે
- 14 DCP, 25 SP, 63 PI રહેશે તૈનાત
- 3 હજાર 581 પોલીસ કોન્સ્ટેબલ રહેશે તૈનાત
Coldplay Concert in Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ Coldplay ના કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. લાખો ચાહકોની ઉપસ્થિતિની શક્યતાને ધ્યાનમાં રાખીને 3800થી વધુ પોલીસ કર્મચારીઓ, NSG ટીમ, 400થી વધુ CCTV કેમેરા અને મેટલ ડિટેક્ટર્સ સાથે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સાદા કપડામાં પોલીસ તૈનાત રહેવાની સાથે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓની પણ ડ્યૂટી લગાવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને ચાહકો અનુકૂળ રીતે આ આયોજનનો આનંદ માણી શકે.
Advertisement


