સુરતની બદલાઈ રહી છે ‘સૂરત’, શહેરની દીવાલો અને બ્રિજ પર કરવામાં આવ્યું રંગબેરંગી ચિત્રકામ
સુરત શહેરની એક ખાસિયત છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાંથી જલ્દી બેઠું થઈ જાય છે. સુરત શહેર પર આવી પડેલી આફતો જેવી કે પ્લેગ, પુર કે પછી કોરોનાની મહામારી હોય, આ તમામ આફતોમાંથી સુરત ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થયું છે. હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીમાંથી પણ સુરત ફરી પૂર્વવત બેઠું થઇ ચૂક્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાનો જુસ્સો વધારવાના ભાગરૂપે àª
Advertisement
સુરત શહેરની એક ખાસિયત છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાંથી જલ્દી બેઠું થઈ જાય છે. સુરત શહેર પર આવી પડેલી આફતો જેવી કે પ્લેગ, પુર કે પછી કોરોનાની મહામારી હોય, આ તમામ આફતોમાંથી સુરત ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થયું છે. હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીમાંથી પણ સુરત ફરી પૂર્વવત બેઠું થઇ ચૂક્યું છે.
ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાનો જુસ્સો વધારવાના ભાગરૂપે સુરત શહેરની દીવાલો પર તેમજ શહેરમાં આવેલા બ્રિજની આજુબાજુ અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ચિત્રો દોર્યા છે. કોરોના મહામારી દરમિયાન તંત્રને સાથ સહકાર આપવા બદલ લોકોનો આભાર માનવામાં આવી રહ્યો છે. હીરાનગરી સુરત આમ પણ ખુબસુરત સુરત તરીકે ઓળખાય જ છે. જો કે હવે સુરત કલરફુલ સુરત બનવા જઈ રહ્યું છે.
અત્યારે તમે સુરત શહેરમાં કોઈ પણ વિસ્તારમાં ફરવા નિકળો તો તમને વિવિધ જગ્યાએ દીવાલો પર, રેલવે સ્ટેશન આસપાસ, શહેરના બ્રિજની આજુબાજુ અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ચિત્રો જોવા મળશે. જેમાં ભારતીય સેનાનો જુસ્સો, કોરોના વોરિયર્સની કામગીરી કે પછી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું વારલી પેઈન્ટિંગ જોવા મળશે. સુરત શહેરને કલરફુલ બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે દર વખતની જેમ સુરત શહેર ફરીથી કોરોના મહામારીમાંથી ઊભું થયું છે અને પહેલાની જેમ જ દોડતું ભાગતું થયું છે.
આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ આર્ટિસ્ટો સાથે સંપર્ક કરીને જાહેર સ્થળોએ પેઇન્ટિંગ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરત શહેરના લગભગ મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારે હાલ પેઇન્ટિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં જ્યારે દેશની સર્વપ્રથમ સ્માર્ટ સિટી સમિટ સુરત ખાતે યોજાવા જઇ રહી છે ત્યારે સમગ્ર દેશમાંથી સુરત આવનાર લોકોને પણ સુરત મોહિત કરી દે તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.


