LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય-2022”નો પ્રારંભ
અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિરીંગના રોબોકોન ક્લબ- એલડીસીઈ દ્વારા ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય ૨૦૨૨”નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલમાં વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટેક ફેસ્ટ ખાતે મુખ્ય ટેકનીકલ અને નોટ-ટેકનીકલ ઈવેન્ટ્સ તેમજ રોબોટિક્સ ઈવેન્ટ્સ, લિટરરી ઈવેન્ટ્સ, ફ
Advertisement
અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિરીંગના રોબોકોન ક્લબ- એલડીસીઈ દ્વારા ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય ૨૦૨૨”નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલમાં વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ટેક ફેસ્ટ ખાતે મુખ્ય ટેકનીકલ અને નોટ-ટેકનીકલ ઈવેન્ટ્સ તેમજ રોબોટિક્સ ઈવેન્ટ્સ, લિટરરી ઈવેન્ટ્સ, ફન ઝોન અને લાઈવ ઈવેન્ટ્સ, એથિકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી ઉપરાંત ઈવેન્ટસ, મેટલેબ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT),ને આવરી લેવાશે. આ ઉપરાંત ક્લાઉડ કોમ્પ્યુટિંગ, AR/VR સાથે ગેમ ડેવલપમેન્ટ, ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા તમામ વસ્તુઓ 3 દિવસમાં આવરી લેવામાં આવશે.
લક્ષ્ય ફેસ્ટ વિવિધ ક્ષેત્રની વિવિધ કોલેજોના તમામ વિદ્યાર્થીઓને તક આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે ખુદને અન્વેષિત કરવા માટે મંચ પુરુ પાડ્યુ છે. ગત વર્ષે, કોરોના મહામારી ને કારણે આ ફેસ્ટ ઓનલાઈન મોડમાં શિફ્ટ થયો હતો અને ૬૫૦૦થી વધુ સ્પર્ધકો એ તેમા ભાગ લીધો હતો. લક્ષ્ય ફેસ્ટમાં ફ્કત અમદાવાદ નહી પરંતુ પાલનપુર, મહેસાણા, ભુજ, વડોદરા, રાજકોટ, આણંદ, ભરૂચ, મોડાસા, પાટણની કોલેજોમાંથી પણ સ્પર્ધકો એ તેમની પ્રતિભા દર્શાવી છે.
Advertisement


