Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોમનવેલ્થ ગેમ્સ 2030 Ahmedabad માં યોજાવાનું નક્કી

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ (CWG) યોજાવાનું લગભગ નિશ્ચિત છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના કાર્યકારી બોર્ડે અમદાવાદની યજમાનીની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જોકે, આ નિર્ણય પરની અંતિમ મંજૂરી 26 નવેમ્બરના રોજ ગ્લાસગોમાં મળનારી જનરલ એસેમ્બલીમાં લેવાશે.
Advertisement
  • કોમનવેલ્થ ગેમ્સને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર
  • કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાવાનું નક્કી
  • કોમનવેલ્થ ગેમ્સ સ્પોર્ટ્સ કાર્યકારી બોર્ડની મંજૂરીની મહોર
  • કોમનવેલ્થ ગેમ્સને લઈને 26 નવેમ્બરે મળશે ફાઈનલ બેઠક
  • ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં અંતિમ નિર્ણય

ગુજરાત અને સમગ્ર દેશ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ (CWG) અમદાવાદમાં યોજાવા જઈ રહી છે.કોમનવેલ્થ ગેમ્સ સ્પોર્ટ્સ કાર્યકારી બોર્ડે (Executive Board) અમદાવાદની યજમાનીની દરખાસ્તને મંજૂરીની મહોર મારી દીધી છે, જે એક મોટો સકારાત્મક સંકેત છે. આ નિર્ણય ગુજરાતની રમતગમતની વિરાસતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે.જોકે, આ નિર્ણય પરનો અંતિમ અને સત્તાવાર પ્રસ્તાવ હવે 26 નવેમ્બરના રોજ ગ્લાસગોમાં મળનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં યજમાની પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ મહાસભામાં અમદાવાદની બિડને ઔપચારિક રીતે મંજૂરી મળવાની પ્રબળ સંભાવના છે.2030માં CWG ગેમ્સનું આયોજન અમદાવાદ કરશે, જે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.જુઓ સમગ્ર અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×