Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી ખળભળાટ

એક પછી એક બે સિનિયર નેતાઓના રાજીનામા બાદ કોંગ્રેસ (Congress) માં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા(Anand Sharma)એ હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 (Himachal Pradesh Election 2022) માટે કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાજીવ શુક્લાને આ મામલો ઉકેલવા કહ્યું હતું.ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad)  તેમની ન
કોંગ્રેસમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી ખળભળાટ
Advertisement
એક પછી એક બે સિનિયર નેતાઓના રાજીનામા બાદ કોંગ્રેસ (Congress) માં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા(Anand Sharma)એ હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 (Himachal Pradesh Election 2022) માટે કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાજીવ શુક્લાને આ મામલો ઉકેલવા કહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad)  તેમની નિમણૂકના કલાકો બાદ જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ પ્રચાર સમિતિના વડા પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આનંદ શર્માએ ટ્વિટ કરીને રાજીનામાની માહિતી આપી હતી. તેમણે તેમના રાજીનામાનું કારણ પાર્ટીમાં તેમની સાથે કરવામાં આવી રહેલા વર્તાવને ટાંક્યો હતો.  તેમણે કહ્યું કે એક સ્વાભિમાની હોવાને કારણે સતત બહિષ્કાર અને અપમાનને કારણે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
આનંદ શર્માએ ટ્વિટમાં લખ્યું કે, "મે ભારે હૃદય સાથે હિમાચલ ચૂંટણી માટે કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે, અને  હું આજીવન કોંગ્રેસી છું અને મારા વિશ્વાસ પર ઊભો છું. મારા લોહીમાં ચાલતી કોંગ્રેસની વિચારધારા માટે હું પ્રતિબદ્ધ છું, તેમાં કોઈ શંકા નથી! જો કે, સતત બહિષ્કાર અને અપમાનને જોતાં, મારી પાસે સ્વાભિમાની વ્યક્તિ તરીકે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

આનંદ શર્માએ એવા સમયે મહત્વપૂર્ણ પદ પરથી રાજીનામું આપ્યું છે જ્યારે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે. હિમાચલમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આનંદ શર્માને સમજાવવા ગયેલા કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, આનંદ શર્મા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને વરિષ્ઠ નેતા છે. તેઓ રાજકીય બાબતોની સમિતિના સભ્ય અને રાજ્ય ચૂંટણી સમિતિના સભ્ય છે. તેમને મળવું એ આપણી ફરજ છે. અમારી તેમની સાથે સારા સંબંધ છે અને તેઓ પાર્ટીને સમર્પિત છે."
આનંદ શર્માના રાજીનામા અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે, આ આંતરિક મામલો છે અને તેઓ અસંતુષ્ટ નથી. તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. રાજીવ શુક્લાએ કહ્યું કે શર્મા પાર્ટીથી નારાજ નથી. જાણવા મળ્યા મુજબ આનંદ શર્માએ પત્ર દ્વારા સોનિયા ગાંધીને કહ્યું કે વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ અને યોજના બનાવાની કોઇ પણ બેઠકમાં તેમને આમંત્રણ નહોતું અને તેમની સલાહ પણ લેવાઇ ન હતી. 
Advertisement
Tags :
Advertisement

.

×