Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક, નેતૃત્વમાં નવા જુનીના એંધાણ

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં, કોંગ્રેસે ' 'લડકી હું લડ સકતી હુ ''  અભિયાન સાથે 159 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, જેમાંથી માત્ર એક જ જીતી, બાકીની ડિપોઝિટ જપ્ત થઈ. આટલું જ નહીં તમામ ઉમેદવારોને 3000થી ઓછા મત મળ્યા છે અને દેશ ભરમાં કોંગ્રેસની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે ત્યારે આજે રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. દેશમાં 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે અન
આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક  નેતૃત્વમાં નવા જુનીના એંધાણ
Advertisement
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં, કોંગ્રેસે ' 'લડકી હું લડ સકતી હુ ''  અભિયાન સાથે 159 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, જેમાંથી માત્ર એક જ જીતી, બાકીની ડિપોઝિટ જપ્ત થઈ. આટલું જ નહીં તમામ ઉમેદવારોને 3000થી ઓછા મત મળ્યા છે અને દેશ ભરમાં કોંગ્રેસની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે ત્યારે આજે રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. 
દેશમાં 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે અને ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દેશની સૌથી જૂની પાર્ટી ધીમે-ધીમે નાજુક પરિસ્થિતિમાં મુકાઈ રહી છે અને એક પછી એક રાજ્યમાંથી સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ સોનિયા ગાંધી આ અંગે વિચારણા કરવા માટે રવિવારે સવારે 10.00 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક 10 જનપથ ખાતે બોલાવવામાં આવી છે. તેમાં પાર્ટીના સંસદીય વ્યૂહરચના જૂથના લોકોને સામેલ કરવામાં આવશે.
સોનિયા ગાંધીએ સવારે 10.30 વાગે કોંગ્રેસ સંસદીય દળની બેઠક બોલાવી છે અને ત્યારબાદ સાંજે 4 વાગે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. એવું માનવામાં આવે છે કે અન્ય મુદ્દાઓ સિવાય ચૂંટણીમાં કારમી હાર પર મંથન થશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ  કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેશે. રસપ્રદ વાત એ છે કે આ બેઠકમાં 'G-23'ના નેતાઓ પણ હશે જે નેતૃત્વ પરિવર્તન અને સંગઠનાત્મક સુધારાની માંગને પુનરાવર્તિત કરી શકે છે.
 પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રવિવારે સાંજે 4 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે. જો કોંગ્રેસ પંજાબમાં AAPની સત્તા ગુમાવી દે છે, તો તે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. 
પુડુચેરીમાં સત્તા ગુમાવવાથી અને કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નબળા દેખાવને લઈને અસંતુષ્ટ જી-23ના નેતાઓએ શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને એકઠા થયા ત્યારે આ બેઠક હોબાળામાં ફેરવાઈ શકે છે. સુધારાત્મક પગલાં અને સંગઠનને મજબૂત બનાવવું તથા કોંગ્રેસના અધ્યક્ષ બદલવા  સૂચવવામાં આવ્યું હતું, પરંતુ આ મોરચે કોઈ નોંધપાત્ર પહેલ કરવામાં આવી નથી.
Tags :
Advertisement

.

×