ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ આવી ખેડૂતોની પડખે, Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત
- કોંગ્રેસ નેતા Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત
- ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ આવી ખેડૂતોની પડખે
- કપાસના પાક સંદર્ભે આપ્યા નુકસાનના અંદાજિત આંકડા
- જગતના તાતને જીવવા દેજો નામે સોશિયલ મીડિયા પોસ્ટ
- નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએઃ પરેશ ધાનાણી
- 8 નવેમ્બર સુધી ખેડૂતો માટે કોંગ્રેસનો 'ખેતી બચાવો સત્યાગ્રહ'
- આજે ધારી અને ખાંભામાં ખેડૂતો માટે કોંગ્રેસનું હલ્લાબોલ
Congress Leader Pareshbhai Dhanani : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતો મુશ્કેલીમાં છે, ત્યારે કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” નામે અભિયાન શરૂ કરી તેમને ટેકો આપ્યો છે.
પરેશભાઈ ધાનાણીની નુકસાનનું યોગ્ય વળતર આપવાની માગ
કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે વળતરનું ગણિત સમજાવ્યું છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને કપાસના પાકને અનિશ્ચિત વરસાદ અને કીટકોના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે, છતાં સરકાર તરફથી પૂરતી સહાય મળી નથી. “જગતના તાતને જીવવા દેજો” અભિયાન મારફતે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ખેડૂતોની વ્યથા જનતા સુધી પહોંચાડી છે. આજે ધારી અને ખાંભામાં કોંગ્રેસના હલ્લાબોલ કાર્યક્રમો યોજાયા, જેમાં ખેડૂતોના હિતમાં તરત વળતર જાહેર કરવાની માંગ ઉઠી.
આ પણ વાંચો : ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત


