કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ કોવિડ પોઝિટિવ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ટોચના નેતા ગુલામ નબી આઝાદનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આઝાદે આજે તેમના ટ્વિટર એકાઉન્ટ પર સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, 'મારો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોમ ક્વોરેન્ટિન હેઠળ છું.' I have tested covid positive today and is under home quarantine.— Ghulam Nabi Azad (@ghulamnazad) June 21, 2022 મહત્વનું છે કે, ગુલામ નબી આઝાદને
Advertisement
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ટોચના નેતા ગુલામ નબી આઝાદનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આઝાદે આજે તેમના ટ્વિટર એકાઉન્ટ પર સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, "મારો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોમ ક્વોરેન્ટિન હેઠળ છું."
I have tested covid positive today and is under home quarantine.
— Ghulam Nabi Azad (@ghulamnazad) June 21, 2022
મહત્વનું છે કે, ગુલામ નબી આઝાદને બીજી વખત કોરોના થયો છે. આ પહેલા તેમને વર્ષ 2020માં કોરોના થયો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હળવા લક્ષણો બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Advertisement
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 22.4 ટકાનો ઘટાડો છે. આ સાથે દેશનો કુલ કેસલોડ 4,33,19,396 પર પહોંચી ગયો છે. દરમિયાન, દેશમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 5,24,890 પર પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસલોડ 79,313 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 2,613નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 7,293 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,27,15,193 થઈ ગઈ છે. હવે રિકવરી રેટ 98.61% છે.
Advertisement


