જામ ખંભાળીયામાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડુત સંમેલન યોજાશે, જાણો કયા કયા નેતા રહેશે હાજર
જામ ખંભાળીયામાં આગામી 30 તારીખના ખેડુત સંમેલન યોજાશે. આ સંમેલન કોંગ્રેસની આગેવાનીમાં યોજાશે.
Advertisement
જામ ખંભાળીયામાં આગામી 30 તારીખના રોજ કોંગ્રેસની આગેવાનીમાં ખેડુત સંમેલન યોજાશે. ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. કોંગ્રેસ અલગ અલગ મુદાઓને લઈ ખેડૂતો સાથે વાત કરશે. 30 જાન્યુઆરીએ ખંભાળિયા ખાતે ખેડૂતોને ઉમટી પડવા માટે પાલભાઈ આંબલિયાએ હાકલ કરી છે. ખંભાળિયા ખાતે આ સંમેલન "ખેડૂત સત્યાગ્રહ" નામે યોજાશે.
આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકિય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે, જેમાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સિવાય ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.
Advertisement
Advertisement


