કોંગ્રેસ હાર બાદ એક્શન મોડમાં, 5 રાજ્યના પ્રદેશ પ્રમુખોના માંગ્યા રાજીનામાં
તાજેતરમાં ભારતમાં 5 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ છે. 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજ્યમાં મોટી હાર વચ્ચે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને મોટા ફેરબદલની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના PCC(પ્રદેશ કોંગ્રેસ સમિતિ) પ્રમુખોને PCCના પુન:ર્ગઠન માટે રાજીનામું આપવા કહ્યું છે. રણદીપ સુરજેવાલાà
Advertisement
તાજેતરમાં ભારતમાં 5 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ છે. 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજ્યમાં મોટી હાર વચ્ચે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને મોટા ફેરબદલની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના PCC(પ્રદેશ કોંગ્રેસ સમિતિ) પ્રમુખોને PCCના પુન:ર્ગઠન માટે રાજીનામું આપવા કહ્યું છે. રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી શેર કરી છે.
પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી નિભાવી રહ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં અજય કુમાર લલ્લુ PCC(પ્રદેશ કોંગ્રેસ સમિતિ)ના અધ્યક્ષ છે. આ સિવાય ઉત્તરાખંડમાં પ્રદેશ કોંગ્રેસની કમાન ગણેશ ગોડિયાલ પાસે છે. ગોવામાં, ગિરીશ ચોડંકર PCC અધ્યક્ષ હતા, જેમણે ગોવામાં કોંગ્રેસની હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મણિપુરમાં નેમિરકપાઈમ લોકેન સિંહ પ્રદેશ અધ્યક્ષ પદ પર છે. હાર બાદ તમામ પ્રદેશ પ્રમુખોને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં કહ્યું હતું કે 'અમે પાર્ટીના હિતમાં કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ. આ પછી, CWCમાં સામેલ નેતાઓએ તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમને પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.
CWCમાં સામેલ નેતાઓએ સોનિયા ગાંધીને કોંગ્રેસને મજબૂત કરવા માટે જરૂરી ફેરફારો કરવા અને સુધારાત્મક પગલાં લેવા પણ કહ્યું હતું. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સંસદના બજેટ સત્રની સમાપ્તિ પછી તરત જ 'ચિંતન શિવિર'નું આયોજન કરવામાં આવશે જેમાં ભાવિ વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના રાજ્યમાં 'ચિંતન શિબિર'નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 'ચિંતન શિબિર' પહેલા CWCની બીજી બેઠક થશે. સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં કહ્યું, 'કોંગ્રેસ કાર્યકર્તાઓની ઈચ્છા અનુસાર અમે પાર્ટીના હિતમાં કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ. ઘણા નેતાઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત કરી હતી. તેમના નિવેદન બાદ, CWCના સભ્યોએ "સર્વસંમતિથી" તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને સંગઠનાત્મક ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી તેમને પદ પર રહેવા કહ્યું.
બેઠકમાં રાહુલ ગાંધીએ પાર્ટીને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે CWCની બેઠકમાં ભાગ લેનારા G23ના કેટલાક નેતાઓએ કહ્યું કે, તેઓ પક્ષને મજબૂત કરવા માટે સુધારાત્મક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેટલાક નેતાઓએ તેમનું "અપમાન" કર્યું છે, જે હવે બંધ થવું જોઈએ. 'G23'ના ત્રણ નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને મુકુલ વાસનિક CWCમાં સામેલ છે.
CWCની બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ગંભીર ચિંતાનો વિષય છે. પાર્ટીનું માનવું છે કે અમારી રણનીતિમાં રહેલી ખામીઓને કારણે અમે ચાર રાજ્યોમાં ભાજપ સરકારના ગેરવહીવટને અસરકારક રીતે ઉજાગર કરી શક્યા નથી. CWC અનુસાર, પંજાબ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પછી આપવામાં આવેલા મર્યાદિત સમયગાળામાં સત્તા વિરોધી લહેર સમાવી શકાઈ નથી.


