કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી થયા કોરોના સંક્રમિત
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ મુજબ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માહિતી આપી હતી.જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઇસોલેશનમાં રહેશે. ત્રણ દિàª
Advertisement
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ મુજબ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માહિતી આપી હતી.
જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઇસોલેશનમાં રહેશે.
ત્રણ દિવસ પહેલા સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત થયા હતા.
ઉપરાંત પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું ગઈકાલે રાત્રે ફરી કોરોના પોઝિટિવ થઇ છું. સાવચેતી રૂપે, હું આ સમય દરમિયાન હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ. હું તે તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ COVID-19 પ્રોટોકોલનું પાલન કરે.
Advertisement


