ભાજપનું બુલડોઝર...વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ કચડાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું પરિણામ આજે જાહેર થયું છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપે (BJP) બંપર 156 બેઠકો જ્યારે કોંગ્રેસે (Congress) 17 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) 5 અને અન્યોને 4 બેઠકો મળી છે. જો કે આ ચૂંટણીમાં સૌથી ખરાબ હાલત કોંગ્રેસની થઇ છે. કોંગ્રેસ માંડ 17 બેઠકો જીતી શકી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા છે અને આ વખતે સ્થિતી એવી ઉભી થઇ છે કે લોકસભાની જેમ વિધાનસભામાં પણ વ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું પરિણામ આજે જાહેર થયું છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપે (BJP) બંપર 156 બેઠકો જ્યારે કોંગ્રેસે (Congress) 17 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) 5 અને અન્યોને 4 બેઠકો મળી છે. જો કે આ ચૂંટણીમાં સૌથી ખરાબ હાલત કોંગ્રેસની થઇ છે. કોંગ્રેસ માંડ 17 બેઠકો જીતી શકી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા છે અને આ વખતે સ્થિતી એવી ઉભી થઇ છે કે લોકસભાની જેમ વિધાનસભામાં પણ વિપક્ષ તરીકે પણ તેનું સ્થાન ના રહ્યું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ગેમ બગાડી
આજે ચૂંટણી પરિણામ આવ્યા છે તેમાં ભાજપે તમામ સમીકરણો ઉંધા કરી દીધા છે. ભાજપે વિક્રમજનક બેઠકો મળી છે. કોંગ્રેસની હાલત વધારે ખરાબ થઇ છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની બાજી ઉંધી કરી દીધી છે. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને વધુ નુકશાન થયું છે અને તેના કારણે જ કોંગ્રેસ 16 બેઠકો પર સમેટાઇ ગઇ છે.
વિપક્ષ તરીકે બેસવા 19 બેઠકો જોઇએ
વિધાનસભામાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકે પણ રહી નથી તેવા ચિત્રનું નિર્માણ થયું છે. લોકસભામાં પણ કોંગ્રેસ માટે આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું અને વિપક્ષ તરીકે તેને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભા ગૃહમાં વિપક્ષ તરીકે બેસવા માટે 19 બેઠકો હોવી જરુરી છે પણ કોંગ્રેસને માંડ 17 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીને પણ 5 સીટો મળી છે જેથી વિપક્ષ કોણ તે સવાલ ઉભો થયો છે.
કોંગ્રેસને જો મુખ્ય વિપક્ષ તરીકે વિધાનસભા ગૃહમાં બેસવું હોય તો 19 બેઠકો જીતવી પડે તેમ છે પણ હાલ કોંગ્રેસ 17 જ બેઠકો જીતી શકી છે. ભાજપના પ્રચંડ વિજયથી કોંગ્રેસ વિપક્ષને પણ લાયક બની શકી નથી. આ લખાય છે ત્યાં સુધી જે ચિત્ર છે તે જોતાં કોંગ્રેસ વિપક્ષ બની શકે તેવું લાગતું નથી.


