'મા કાલી' ફિલ્મને લઈને ચગ્યો વિવાદ, પહેલા પણ નિર્માતાની અનેક ફિલ્મોને લઈને થયો છે વિવાદ
માં કાલી પર વિવાદાસ્પદ ફિલ્મ બનાવનાર
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ આ સમયે દેશમાં ચર્ચામાં આવી છે. તેમની સામે દેશના
કેટલાક ભાગોમાં કેસ નોંધવામાં આવ્યા છે. ફિલ્મ ડોક્યુમેન્ટરીમાં માં કાલીનું
પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે,
જેમાં મા કાલી સિગારેટ પીતી અને હાથમાં LGPQ પોસ્ટર પકડેલી
બતાવવામાં આવી છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. લોકો
સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ચાલો જાણીએ કોણ છે ફિલ્મ નિર્માતા
લીના મણિમેકલાઈ.
લીનાએ લગ્નની વાતને લઈને ઘર છોડી દીધું
હતું
લીના મણિમેકલાઈ મદુરાઈના મહારાજાપુરમ
નામના ગામની છે. તેમના પિતા કોલેજના લેક્ચરર હતા. જ્યારે તેઓને તેમના લગ્નની યોજના
વિશે જાણ થઈ, ત્યારે લીના પોતાનું ઘર છોડીને ચેન્નાઈ આવી ગઈ. તમિલ મેગેઝિનમાં
નોકરી માટે અરજી કરી. જો કે મેગેઝીનના માલિકોએ તેમને તેમના
પરિવારને સોંપી દીધા. ઘણી મહેનત બાદ તે પોતાના પરિવારને એન્જીનીયરીંગનો કોર્સ કરવા
માટે સમજાવવામાં સફળ રહી. જોકે,
તેમના પિતાનું તેમના કોલેજના છેલ્લા વર્ષમાં
અવસાન થયું હતું.
કરિયરની શરૂઆત 2002માં ફિલ્મ મહાત્માથી
કરી હતી
તેના પરિવારના સમર્થનથી લીનાએ
બેંગ્લોરની એક આઈટી ફર્મમાં થોડા વર્ષો કામ કર્યું. વર્ષ 2002માં તેણે તેની પ્રથમ ફિલ્મ મહાત્મા પર કામ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ
ક્યારેય પાછું વળીને જોયું નથી. લીનાએ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા
વર્ગો પર કામ કરવા બદલ ઘણી ફેલોશિપ જીતી હતી. તેમની ફિલ્મો વિવિધ આંતરરાષ્ટ્રીય
ફિલ્મ ઉત્સવોમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ તેની ફિલ્મો બનાવવા માટે તેને ઘણીવાર
પૈસા માટે સંઘર્ષ કરવો પડતો હતો. એક સમય એવો હતો જ્યારે તે પોતાની ફિલ્મ માટે પૈસા
ચૂકવ્યા પછી ઘરનું ભાડું ચૂકવી શકતી ન હતી.
અગાઉ પણ ફિલ્મોને લઈને વિવાદો થયા હતા
તેમની 2002 ની ફિલ્મ મહાત્મામાં
દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે સગીર છોકરીઓનું મંદિરોને સોંપ્યા પછી
પૂજારીઓ દ્વારા કથિત રીતે શોષણ કરવામાં આવે છે. તેણીની ડેબ્યુ ફિલ્મે ભારે વિવાદ
સર્જ્યો હતો પરંતુ તે અડગ રહી હતી. 2004માં તેણે દલિત મહિલાઓ પર બીજી ફિલ્મ બનાવી, જે પણ વિવાદોમાં
રહી. 2011 માંલીનાએ ધનુષકોડીમાં માછીમારોની દુર્દશા પર 'સેનગદલ' નામની
ડોક્યુમેન્ટ્રી બનાવી ત્યારથી તેણે વધુ એક વિવાદ ઉભો કર્યો. સેન્ટ્રલ બોર્ડ ઓફ
ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સાથે લાંબી લડાઈ બાદ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી અને ઘણા
આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં તેની પ્રશંસા કરવામાં આવી હતી.


