Ahmedabad Air India Plane Crash :પ્લેન ક્રેશ મુદ્દે ફાયર ઓફિસર અમિત ડોંગરે સાથે વાતચીત
12 જૂન A I 171 પ્લેન ક્રેશ મામલે ની દુઃખદ ઘટના પર ફાયર ઑફિસર ની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. 1 :40 વાગે પ્લેન ક્રેશ થયું ફાયર ને જાણ થતાં જ ફાયર ની ગાડીઓ સાથે જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. આજે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે હજુ પણ શકય છે કે અંદર થી ડેડ બોડી નીકળે. ઘટના બની તે સમયે અસહ્ય ગરમી માં કામગીરી શરૂ કરી હતી. AMC ,સાથે બરોડા, નડિયાદ, મહેસાણા, ખેડા અને સાણંદ થી તાત્કાલિક સારો સહકાર મળ્યો. એ એમ સી પોલીસ જવાનો સાથે અને સાથે જવાનો સંયુક્ત રીતે બધા કામ માં લાગ્યા હતા સમગ્ર દેશ માટે આ દુઃખદ ઘટના હતી. પ્લેન ક્રેશ થયું 4 બિલ્ડીંગ પર આની અસર થઈ હતી આગ માં પાર્કિંગ માં વાહનો પણ બળી ગયા હતા. એલ પી જી સિલિન્ડર હતા ત્યાં 25 થી 30 જેટલા જેને રિમુવ કરવામાં આવ્યા. એ એમ સી અને ડિઝાસ્ટર દ્વારા આવી ગરમી વાળી સ્થતિ માં પાણી ની વ્યવસ્થા સારી રહી. 50 એમ્બ્યુલન્સ માત્ર ડેડ બોડી લઈ જવા માટે તૈયાર હતી. મૃતકો ની સંખ્યા નો પરફેક્ટ આંકડો ડી એન એ ના પરીક્ષણ પછી જ આવી શકે. ઘટના ખૂબ દુઃખદ હતી પણ અમારું કામ ફાયર વિભાગ નું બને તેટલી લાઇફ ને આવી સ્થિતિ માં બચાવવી અને 30 જિંદગીઓ બચાવી છે. હજુ પણ 3 થી 4 દિવસ દરમિયાન કામગરી ચાલશે બધું ક્લિયર કરવામાં


