માટીના વાસણમાં જમવાનું બનાવીને ખાવાનો સૌથી મોટો ફાયદો
માટીના વાસણો એક સમયે પરંપરાગત ભારતીય રસોઈ માટે ઉપયોગમાં લેવાતા હતા. આજે લગભગ દરેક ઘરમાં આ વાસણોનું સ્થાન મોંઘા અને ફેન્સી રાંધવાના વાસણોએ લઈ લીધું છે. પરંતુ તમારે તમારા નિયમિત રાંધવાના વાસણોની જગ્યાએ માટીના વાસણમાં રાંધવું જોઈએ. ચાલો એ પાછળનું કારણ જણાવીએ.ખોરાકમાં સ્વાદ ઉમેરે: માટીની ક્ષારયુક્ત પ્રકૃતિને કારણે, માટીના વાસણોમાં પકવવામાં આવેલો ખોરાક ખૂબ જ અલગ સ્વાદ આપે છે. માટà
Advertisement
માટીના વાસણો એક સમયે પરંપરાગત ભારતીય રસોઈ માટે ઉપયોગમાં લેવાતા હતા. આજે લગભગ દરેક ઘરમાં આ વાસણોનું સ્થાન મોંઘા અને ફેન્સી રાંધવાના વાસણોએ લઈ લીધું છે. પરંતુ તમારે તમારા નિયમિત રાંધવાના વાસણોની જગ્યાએ માટીના વાસણમાં રાંધવું જોઈએ. ચાલો એ પાછળનું કારણ જણાવીએ.
ખોરાકમાં સ્વાદ ઉમેરે: માટીની ક્ષારયુક્ત પ્રકૃતિને કારણે, માટીના વાસણોમાં પકવવામાં આવેલો ખોરાક ખૂબ જ અલગ સ્વાદ આપે છે. માટીના વાસણમાં રાંધવા માટેની શ્રેષ્ઠ વાનગીઓમાં કરી, સૉસ, સૂપ વગેરેનો સમાવેશ થાય છે.
ખોરાકનું પોષણ જાળવી રાખે: માટીના વાસણો સ્વાદમાં વધારો કરે છે, તેમજ ખોરાકમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ખનિજો જાળવી રાખે છે.
pH સ્તરને નિયંત્રિત કરે છે: માટીના વાસણોની આલ્કલાઇન પ્રકૃતિ ખોરાકમાં રહેલા એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને તેનું pH સંતુલન જાળવી રાખે છે. તેઓ ખોરાકમાં સરસ સુગંધ ઉમેરે છે અને તેને સ્વસ્થ પણ બનાવે છે.
હૃદય માટે શ્રેષ્ઠ: માટીના વાસણમાં રસોઈ બનાવવાનો શ્રેષ્ઠ ફાયદો તેલનો ઓછો ઉપયોગ છે. અન્ય વાસણોની સરખામણીમાં માટીના વાસણોમાં રાંધવાની પ્રક્રિયા ધીમી હોય છે. આ ગુણધર્મ ખોરાકમાં હાજર કુદરતી ભેજ અને કુદરતી તેલને જાળવી રાખવામાં મદદ કરે છે. આમ તે તમારા હૃદય માટે વધુ ફાયદાકારક છે.
પોકેટ ફ્રેન્ડલી: આપણા દેશમાં માટીના માસણો સસ્તી કિંમતે અને સરળતાથી ઉપલબ્ધ છે, તેથી તે પોકેટ ફ્રેન્ડલી પણ ગણાય છે.
![Surprising Benefits of Using Earthen Cookware - Indus Scrolls]()


