દિલ્હી, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં કોરોનાને લઈને અપાયું એલર્ટ, કેન્દ્રએ વ્યક્ત કરી ચિંતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા
સૂચના આપી છે. સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે
કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો જરૂરી હોય તો જરૂરી પગલાં લો.
— ANI (@ANI) April 8, 2022" title="" target="">javascript:nicTemp();
ન્યૂઝ એજન્સી ANI અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કોવિડ-19ના કેસમાં વધારા પર ગયા અઠવાડિયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમની રાજ્ય સરકારોને પત્ર લખ્યો હતો અને કડક
દેખરેખ રાખવાની સૂચના આપી હતી. જો જરૂર પડે તો પગલાં લેવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,109 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 4,30,33,067 થઈ ગઈ છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 11,492 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવારે વધુ 43
કોરોના દર્દીઓના મોત થયા છે. જે બાદ કુલ
મૃતકોની સંખ્યા 5,21,573 પર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિત દર
ઘટીને 0.03 ટકા પર આવી ગયો છે જ્યારે રિકવરી રેટ
વધીને 98.76 ટકા થઈ ગયો છે. હાલમાં ફરી ચીન સહિત અનેક દેશોમાં કોરોના વકરી રહ્યો છે.
કોરોનાના વધતા કેસોએ ચીનની હાલત ખરાબ કરી દીધી છે. ચીનના મોટા ભાગના શહેરોમાં ફરી
પાછું લોકડાઉન કરવાની નોબત આવી છે.


