Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોના સંક્રમિત સોનિયા ગાંધીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત છે. ત્યારથી સોનિયા ગાંધીની સારવાર તેમના ઘરે જ ચાલુ હતી, પરંતુ શનિવારે અચાનક તેમની તબિયત બગડવા લાગી, જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીી કોરોનાની ઝપટમાં આવ્યા બાદ તબિયà
કોરોના સંક્રમિત સોનિયા ગાંધીની તબિયત લથડી  હોસ્પિટલમાં દાખલ
Advertisement
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત છે. ત્યારથી સોનિયા ગાંધીની સારવાર તેમના ઘરે જ ચાલુ હતી, પરંતુ શનિવારે અચાનક તેમની તબિયત બગડવા લાગી, જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીી કોરોનાની ઝપટમાં આવ્યા બાદ તબિયત અચાનક બગડી હતી, જે પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોરોના સંબંધિત ફરિયાદો બાદ દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોવિડ સંબંધિત સમસ્યાઓના કારણે સોનિયા ગાંધીને આજે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાના ટ્વીટમાં સુરજેવાલાએ લખ્યું કે, તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ માટે રાખવામાં આવશે. અમે કોંગ્રેસના તમામ લોકો તેમજ તમામ શુભેચ્છકોનો તેમની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર માનીએ છીએ. 

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીનો 2 જૂનના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 23 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલા 8મી જૂને સોનિયા ગાંધીને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ કોરોના સંક્રમિત થવાને કારણે સોનિયા ગાંધી આ તારીખે ED ઓફિસ પહોંચ્યા નહોતા, ત્યારબાદ તેમને 23 જૂને બોલાવવામાં આવ્યા છે. વળી આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર ED અધિકારીઓએ કહ્યું હતું કે, એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ સોનિયા અને રાહુલના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે.
Advertisement
Tags :
Advertisement

.

×