Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોરિયર્સનું સન્માન

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વોલેન્ટરી બ્લડબેંક તથા આઇ.એચ.બી.ટી.વિભાગ દ્વારા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના અધ્યક્ષસ્થાને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતાં. જેમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન રક્તદાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર NGO, રક્તદાતાઓ, પ્લાઝમા ડોનરોને શિલ્ડ તથા પ્રશંસાપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.        Â
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોરિયર્સનું સન્માન
Advertisement
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વોલેન્ટરી બ્લડબેંક તથા આઇ.એચ.બી.ટી.વિભાગ દ્વારા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના અધ્યક્ષસ્થાને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતાં. જેમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન રક્તદાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર NGO, રક્તદાતાઓ, પ્લાઝમા ડોનરોને શિલ્ડ તથા પ્રશંસાપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
                 
કોરોનાકાળમાં પાંચથી વધુ વખત પ્લાઝમા દાન કરનાર શહેરના સાત પ્લાઝમા ડોનરો, ૨૦૧૮ થી ૨૦૨૦ એમ ત્રણ વર્ષમાં શહેરમાં રક્તની અછત ન સર્જાવા દેનાર રક્તદાન માટે કાર્યરત ૨૫૭ સંસ્થાઓ તેમજ નવથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું.
             
આ પ્રસંગે મહાનુભવોએ રક્તદાનનું મહત્વ સમજાવી રક્તદાતાઓની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને બિરદાવી હતી, તેમજ ભવિષ્યમાં વધુમાં વધુ રક્તદાન શિબિરો યોજી જરૂરિયાતમંદ દર્દીઓ અને નાગરિકોને મદદરૂપ થવાંની આ સેવાપ્રવૃતિઓ જારી રાખવા અનુરોધ કર્યા હતો.
              
Tags :
Advertisement

.

×