સુખાબરી ગામે પાણીની ટાંકીના કામમાં ભ્રષ્ટાચાર થતા કામ અટક્યું
વાંસદા તાલુકાનું સુખાબરી ગામ કે જયાં એક ટાંકીના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં પાણી પુરવઠા અધિકારી દ્વારા બે જગ્યાએ એક જ યોજનાની ટાંકીનું નિર્માણ કામ શરૂ કરાવી હવે બંને જગ્યાએ આ ટાંકીનું કામ અટકાવી દીધું છે ત્યારે હવે ગામલોકો વહેલી તકે આ ટાંકીનું નિર્માણ કામ પુરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.વાંસદા તાલુકાનું સુખાબરી ગામ કે જે ગામ આદિવાસી સમાજની વસà
Advertisement
વાંસદા તાલુકાનું સુખાબરી ગામ કે જયાં એક ટાંકીના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં પાણી પુરવઠા અધિકારી દ્વારા બે જગ્યાએ એક જ યોજનાની ટાંકીનું નિર્માણ કામ શરૂ કરાવી હવે બંને જગ્યાએ આ ટાંકીનું કામ અટકાવી દીધું છે ત્યારે હવે ગામલોકો વહેલી તકે આ ટાંકીનું નિર્માણ કામ પુરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.
વાંસદા તાલુકાનું સુખાબરી ગામ કે જે ગામ આદિવાસી સમાજની વસ્તી વધુ છે, ત્યારે આ ગામમાં અધિકારીને માજી સરપંચના મેળા પીપણામાં ગામના લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. સુખાબરી ગામના ડુંગરી ફળિયામાં ગામના માજી સરપંચ દ્વારા પોતાના ઘર નજીક પોતાની જ જગ્યામાં દમણગંગા યોજનાની ટાંકીના નિર્માણ માટે ઠરાવ કર્યો હતો, અને અધિકારીએ જગ્યાની તપાસ કર્યા વિના ઠરાવવાળી જગ્યા છોડીને બાજુમાં આવેલા વનવિભાગની જમીનમાં આ ટાંકીના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું હતું. જોકે, બાદમાં વનવિભાગના અધિકારીઓને આ ટાંકીના નિર્માણનું કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું. જે બાદ હાલના સરપંચ અને પંચાયત સભ્યોને પાણી પુરવઠા અધિકારી દ્વારા આ યોજના અંગે માહિતી આપી નવી જગ્યાની શોધખોળ હાથ ધરવાનું જણાવતા સરપંચ અને પંચાયત સભ્યો દ્વારા વચલા ફળીયા ખાતે એક ખેડૂતની જમીનમાં પરવાનગી લઈ ત્યાં ટાંકીનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું હતું.
જોકે, હવે આ જગ્યાએ પણ પાણી પુરવઠા અધિકારી દ્વારા ટાંકીનું નિર્માણ કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ અંગે પાણી પુરવઠા અધિકારીને ગામ લોકોએ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જંગલની જમીનમાં જયાં ટાંકીનું નિર્માણ અટક્યું છે ત્યાં જ હવે ફરી શરૂ કરવામાં આવશે. ત્યારે આ રીતે જંગલની જમીનમાં બાંધકામ કરવાની પરવાનગી કોના દ્વારા અપાઈ તે પણ એક તપાસનો વિષય છે. આમ અધિકારી અને માજી સરપંચના મેળાપીપણાને લઈ ગ્રામજનોએ પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


