કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા MLA હાર્દિક પટેલને કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું
- MLA હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો વધારો
- ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટનું ધરપકડ વોરંટ
- હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા વોરંટ ઇશ્યુ
- કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા કોર્ટ દ્વારા વોરંટ
- વર્ષ 2018માં PAAS આંદોલન દરમિયાન નોંધાયો હતો ગુનો
- હાર્દિક, ગીતા, કિરણ, આશિષ પટેલ સહિતના સામે નોંધાયો હતો ગુનો
Ahmedabad : ગુજરાતના વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા Hardik Patel ની મુશ્કેલીઓ વધી છે. અમદાવાદની કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. આ કાર્યવાહી વર્ષ 2018ના એક કેસ સાથે સંકળાયેલી છે, જે પાટીદાર અનામત આંદોલન (PAAS) દરમિયાન નોંધાયો હતો.
જણાવી દઇએ કે, હાર્દિક, ગીતા, કિરણ અને આશિષ પટેલ સહિત અન્ય કેટલાક લોકો સામે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા બદલ આ ગુનો દાખલ થયો હતો. કોર્ટની સુનાવણી દરમિયાન વારંવાર ગેરહાજર રહેવાને કારણે આખરે કોર્ટે આ કડક પગલું ભર્યું છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કાનૂની પ્રક્રિયામાં નિયમિત હાજરી ફરજિયાત છે, અને જાહેર પદ પર રહેલા વ્યક્તિ માટે પણ કાયદાનું પાલન કરવું એટલું જ જરૂરી છે.
વધુ માહિતી માટે વાંચો : MLA હાર્દિક પટેલને અમદાવાદ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું


