Union Minister of Jal Shakti C. R. Patil ને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ સાહેબના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી Gujarat : જ્યારે નેતૃત્વ વિઝન...
Advertisement
- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ સાહેબના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા
- પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો
- વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી
Gujarat : જ્યારે નેતૃત્વ વિઝન સાથે જોડાય છે, ત્યારે સફળતાનો એક નવો અધ્યાય લખાય છે, પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં ભાજપના ભવિષ્યને નવી દિશા આપવા માટે એક નામ દક્ષિણ ગુજરાતથી આગળ આવ્યું અને તે ચહેરો એટલે સંગઠન શક્તિના પ્રણેતા, સી.આર. પાટીલ. 20 જુલાઈ 2020માં નવસારીના સાંસદ સી.આર.પાટીલને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યાર બાદ ગુજરાતની રાજનીતિમાં જે ઈતિહાસ રચાયો, તેને ભૂતકાળના તમામ રેકોર્ડ કેવી રીતે તોડી નાખ્યા ? તે જાણવા માટે પાંચ વર્ષ પાછળ જવું પણ જરૂરી છે.
Advertisement


