ગુજરાત ભાજપ પ્રમુખ પદ છોડતી વખતે સી.આર. પાટીલનું ભાવુક નિવેદન
- પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં CR Patil નું મહત્વપૂર્ણ નિવેદન
- બે ટર્મની લિમિટ એ ભાજપ પક્ષની પરંપરા અને નિયમ છેઃ પાટીલ
- સવા વર્ષથી સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતોઃ પાટીલ
- આજે મારી એક જવાબદારી પૂર્ણ કરીને આગળી વધી રહ્યો છુંઃ પાટીલ
- મને મળેલી નવી જવાબદારીને વધુ સમય આપી શકીશઃ પાટીલ
- ગુજરાત સૌ મતદાર ભાઇઓ-કાર્યકર્તાઓનો આભાર માનું છુંઃ પાટીલ
- PM મોદી પર જનતાને અખૂટ પ્રેમ અને વિશ્વાસ છેઃ પાટીલ
- 2022માં 156 સીટ, લોકસભામાં 2024માં 25 સીટ બદલ આભારઃ પાટીલ
Gandhinagar : નવા પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR Patil એ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે બે ટર્મની લિમિટ એ ભાજપ પક્ષની પરંપરા અને નિયમ છે, અને આ નિયમને અનુસરીને જ તેઓ આગળ વધી રહ્યા છે.
પાટીલે જણાવ્યું કે, "હું છેલ્લા સવા વર્ષથી સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો. આજે મારી એક જવાબદારી પૂર્ણ કરીને આગળી વધી રહ્યો છું." તેમણે ઉમેર્યું કે હવે તેઓ પોતાને મળેલી નવી જવાબદારીને વધુ સમય આપી શકશે. CR Patil એ પોતાના કાર્યકાળ દરમિયાન સાથ આપવા બદલ ગુજરાતના સૌ મતદાર ભાઈઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અખૂટ પ્રેમ અને વિશ્વાસ છે, જેના ફળસ્વરૂપે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ અને 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 25 સીટ પર વિજય બદલ તેમણે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : Gandhinagar : જગદીશ વિશ્વકર્મા બન્યા Gujarat BJP ના નવા પ્રદેશ પ્રમુખ, 4 દાયકા બાદ બન્યું આવું


