Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક આવશે મોટા પડદા પર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 'શાબાશ મીઠ્ઠુ'

કોરોનાની  સમગ્ર  વિશ્વના અર્થતંત્ર  પર  ભયકંર  અસર  જોવા મળી હતી . વધતા  કેસોને લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર  પણ પ્રતિબંધ  લગાવી  દેવામાં  આવ્યો હતો . અનેક રાજયોમાં  લોકડાઉન  પણ  લગાવી દેવામાં  આવ્યું હતું .હવે જયારે  કોરોના  વાયરસના કેસમાં ઘટાડો અને સંપૂણ અનલોક બાદ બોલીવુડમાં એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. લોકડાઉન પહેલા ઇન્ડસ્ટ્રીમાં જે રીતે બાયોપિકનો ક્રેઝ હતો તે ફરી શરુ થાય
ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક આવશે મોટા પડદા પર  આ દિવસે રિલીઝ થશે ફિલ્મ  શાબાશ મીઠ્ઠુ
Advertisement
કોરોનાની  સમગ્ર  વિશ્વના અર્થતંત્ર  પર  ભયકંર  અસર  જોવા મળી હતી . વધતા  કેસોને લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર  પણ પ્રતિબંધ  લગાવી  દેવામાં  આવ્યો હતો . અનેક રાજયોમાં  લોકડાઉન  પણ  લગાવી દેવામાં  આવ્યું હતું .હવે જયારે  કોરોના  વાયરસના કેસમાં ઘટાડો અને સંપૂણ અનલોક બાદ બોલીવુડમાં એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. લોકડાઉન પહેલા ઇન્ડસ્ટ્રીમાં જે રીતે બાયોપિકનો ક્રેઝ હતો તે ફરી શરુ થાય તો નવાઈ નહીં. વધુ એક બાયોપિક ફિલ્મ સિનેમાગૃહોમાં ધમાલ મચાવવા તૈયાર છે. 21માર્ચને  સોમવારે 'શાબાશ મીઠ્ઠુ' ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન  મિથાલી રાજની બાયોપિક છે. જેમાં તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળશે.   
 
બોલિવૂડમાં કઈંક અલગ  જ પાત્ર ભજવીને પોતાની એક સ્ટ્રોંગ ઇમેજ ઉભી કરનાર અભિનેત્રી તાપસી પન્નુ આ વખતે એક બાયોપિક ફિલ્મમાં ક્રિકેટરનું પાત્ર ભજવતી જોવા મળશે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મની ચાહકો જ  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકોની આ રાહનો અંત ખુબ જલ્દી આવશે.સિનેમાઘરોમાં આ ફિલ્મ 15 જુલાઈના રોજ રિલીઝ  થશે . આ ફિલ્મને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. 
ક્રિકેટ સ્ટેડિયમથી શરુ થતા આ ફિલ્મના ટીઝરમાં ક્રિકેટના રોમાંચની સાથે બાયોપિકમાં  પણ તાપસીની એક્ટિંગનો જાદુ જોવા મળશે. ટીઝરમાં જોવા મળે છે કે દરેક લોકો ખુશખુશાલ જોવા મળે છે. મિથાલીની મેદાન પર એન્ટ્રી થઈ છે. તે પોતાની બેટિંગનો જાદુ બતાવવા માટે મેદાન પર આવે છે.જેમાં  મિથાલીની રમતના આંકડા પણ દર્શાવવામાં આવ્યા છે. હવે ફિલ્મ હિટ રહે છે કે સુપરહિટ તે જોવાનું રહેશે. 
Tags :
Advertisement

.

×