પતિયાલામાં હિંસા બાદ લાદી દીધો કર્ફ્યું, CMની અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક
પંજાબના પતિયાલામાં
શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓએ
હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના દરમિયાન પથ્થરમારો
પણ થયો હોવાના અહેવાલ છે. પટિયાલામાં હિંસાને જોતા શહેરમાં આજે 29 એપ્રિલની સાંજે 7 વાગ્યાથી આવતીકાલે 30 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ
લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલા હિંસા કેસને લઈને ખૂબ નારાજ છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે
પોલીસ ઈન્ટેલિજન્સે સરઘસ અંગે જિલ્લા પોલીસને જાણ કરી હતી. પરંતુ તેઓ મામલાની ગંભીરતા સમજી શક્યા ન હતા.
— Bhagwant Mann (@BhagwantMann) April 29, 2022" title="" target="">javascript:nicTemp();
આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેઓ રાજ્યના ડીજીપીના સંપર્કમાં છે.
ભગવંત માને એક ટ્વિટમાં કહ્યું, પટિયાલામાં અથડામણની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ
છે. મેં ડીજીપી સાથે વાત કરી છે. હવે આ વિસ્તારમાં સ્થિતિ કાબૂમાં છે. અમે સ્થિતિ
પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને રાજ્યમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવા માટે
કોઈને મંજૂરી આપીશું નહીં. તેમણે કહ્યું કે પંજાબમાં શાંતિ અને સૌહાર્દ ખૂબ જ
મહત્વપૂર્ણ છે.


