Dahod ના લીમખેડાની મોર્ડન સ્કૂલને બેદરકારી સાથે નાતો
દાહોદના લીમખેડામાં મોર્ડન સ્કૂલ (Modern School) માં ઝેરી સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જો કે આ રેસ્કયૂ કરતી વખતે વિદ્યાર્થીઓ હાજર રખાતા વિદ્યાર્થીઓની સુરક્ષા (Student Safety) પર સવાલ ઉઠ્યા છે.
Advertisement
Dahod : લીમખેડાની મોર્ડન સ્કૂલમાં એક એવી ઘટના ઘટી હતી કે જેના પરથી શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા (Student Safety) પર સવાલ ઉઠ્યા છે. મોર્ડન સ્કૂલમાં એક ઝેરી સાપ આવી ચઢતા તેનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. જો કે આ સ્નેક રેસ્ક્યૂ વખતે વિદ્યાર્થીઓ સ્થળ પર હાજર રહેતા હોબાળો મચી ગયો છે. સ્નેક રેસ્ક્યૂ (Snake Rescue) એક જોખમી ઘટના છે. જો આ સ્થળે નાના બાળકો હાજર હોય અને સાપ હુમલો કરી બેસે તો તેનું જવાબદાર કોણ ? આવા પ્રશ્નો વાલીઓ ઉપરાંત સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યા છે. જૂઓ અહેવાલ....
Advertisement
Advertisement


