Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કચ્છની આ દિકરીની પસંદગી

દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે પરેડ (Delhi Republic Day Parade 2022) નું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી 17 NCC ડાયરકટોરેટના કેડેટ્સ ભાગ લે છે. 2023માં કચ્છ - માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંથી આ પરેડમાં ભાગ લેવા માટે દર્શના ગઢવી NCC કેડેટસને પસંદ કરવામાં આવ્યા છે.અભિનંદનની વર્ષાસૌથી આનંદની બાબત કે પ્રથમ વખત માંડવી કોલેજની દીકરી આ પરેડમાં ભાગ લઈ રહી છે જેનું અત્યંત આનà
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કચ્છની આ દિકરીની પસંદગી
Advertisement
દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે પરેડ (Delhi Republic Day Parade 2022) નું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી 17 NCC ડાયરકટોરેટના કેડેટ્સ ભાગ લે છે. 2023માં કચ્છ - માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંથી આ પરેડમાં ભાગ લેવા માટે દર્શના ગઢવી NCC કેડેટસને પસંદ કરવામાં આવ્યા છે.
અભિનંદનની વર્ષા
સૌથી આનંદની બાબત કે પ્રથમ વખત માંડવી કોલેજની દીકરી આ પરેડમાં ભાગ લઈ રહી છે જેનું અત્યંત આનંદ થાય છે દર્શના ગઢવીનું સિલેક્શન RDCમાં થતા  કોલેજના ટ્રસ્ટી આદિત્ય ભાઈ અને મંત્રી શ્રી ડો.જે.સી.પટેલ સાહેબ તથા ગઢવી સમાજના આગેવાનોએ કોલેજના NCC ઓફિસર અને પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ અને દર્શના ગઢવી  કચ્છનું નામ રોશન કર્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા.
પહેલીવાર કોલેજની દિકરી જશે આ કેમ્પમાં
તેમજ માંડવી કોલેજ છેલ્લા 4 વર્ષથી સતત RDCમાં દર વર્ષે NCC કેડેટ્સનું સિલેક્શન થાય છે તે ગૌરવની બાબત ગણી બિરદાવી હતી તેમજ NCC ઓફિસર તેમજ પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ એ આનંદ વ્યક્ત જણાવ્યું હતું કે, માંડવી કોલેજની પ્રથમ વખત કોઈ દીકરી આ મોટા કેમ્પમાં ભાગ લઇ કોલેજનું ગૌરવ વધારેલ તેનો આનંદ વ્યક્ત કરી દર્શના ગઢવીને અભીનંદન આપ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×