Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં આરોપી દીપક ટીનુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર

દિવંગત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા (Congress Leader) સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલા એક આરોપી પોલીસની કસ્ટડી (Police Custody)થી ભાગી ગયો છે. જે બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તેને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમને ચકમો આપી ફરારસિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો એક શૂટર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક ગેંગસ્ટર પંજાબ પોલીસની કસ્ટડીમાંથી ભાàª
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં આરોપી દીપક ટીનુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર
Advertisement
દિવંગત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા (Congress Leader) સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલા એક આરોપી પોલીસની કસ્ટડી (Police Custody)થી ભાગી ગયો છે. જે બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તેને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. 
પોલીસ ટીમને ચકમો આપી ફરાર
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો એક શૂટર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક ગેંગસ્ટર પંજાબ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો છે. પોલીસ કસ્ટડીમાંથી ગેંગસ્ટરના આ રીતે ભાગી જવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સંદર્ભે એક નિવેદન જારી કરતા મનસા પોલીસે જણાવ્યું હતું કે, 'ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સાથી દીપક ટીનુ, જેને પોલીસ દ્વારા એક ખાનગી વાહનમાં રિમાન્ડ પર કપૂરથલા જેલમાંથી મનસાની CIA સ્ટાફ ઓફિસમાં લાવવામાં આવ્યો હતો, તે આજે વહેલી સવારે કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી દીપકની પૂછપરછ થવાની હતી. તે બપોરે 3 વાગ્યે મનસા પોલીસના કબજામાંથી ભાગી ગયો હતો. અહેવાલો અનુસાર, મનસા CIA સ્ટાફની ટીમ તેને કપૂરથલા જેલમાંથી રિમાન્ડ પર લાવી રહી હતી. આ દરમિયાન તે પોલીસ ટીમને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.

પશ્ચિમ બંગાળ-નેપાળ બોર્ડર પરથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
વળી, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ ત્રણ ફરાર શાર્પ શૂટરોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ડીજીપી પંજાબે જણાવ્યું હતું કે, દીપક ઉર્ફે મુંડી અને તેના સહયોગીઓ કપિલ પંડિત અને રાજેન્દર ઉર્ફે જોકરની કેન્દ્રીય એજન્સીઓની મદદથી પંજાબ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વચ્ચેના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી. DGPએ માહિતી આપી કે, "દીપક, પંડિત અને રાજીન્દરએ આજે એજીટીએફ (એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ) ટીમ દ્વારા પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદ પર ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનના અંતે ધરપકડ કરવામાં આવી છે. દીપક બોલેરો મોડ્યુલમાં શૂટર હતો. પંડિત અને રાજિન્દરએ તેને હથિયારો અને છુપાવા સહિતની લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી."
હત્યામાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ
વળી, અગાઉ હત્યામાં સામેલ કુખ્યાત ગેંગસ્ટર મનપ્રીત સિંહ ઉર્ફે મણિ રઇયા અને મનદીપ સિંહ તુફાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બંને ગુંડાઓ ઘણા સમયથી ફરાર હતા. તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. અમૃતસર ગ્રામ્ય વિસ્તારની પોલીસે ગુપ્ત ઓપરેશન દરમિયાન બંનેની ધરપકડ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×