Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દીપિકા પાદુકોણ બની મુખ્ય જ્યુરી સભ્ય, હોલીવુડ સ્ટાર્સ સાથેની ફિલ્મોનું ભાવિ નક્કી કરશે!

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય જ્યુરી મેમ્બર તરીકે હશે. દીપિકા પાદુકોણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી કરી હતી અને ત્યારબાદ વર્ષ 2007માં ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' દ્વારા હિન્દી સિનેમામાં હલચલ મચાવી હતી. આ ભૂમિકા માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો અને ત્યાર બાદ તેણે ક્યારેય કરિયરમાં પાછું વળીને જોયું નથી. સંજય લીલા ભણસàª
દીપિકા પાદુકોણ બની મુખ્ય જ્યુરી સભ્ય  હોલીવુડ સ્ટાર્સ સાથેની ફિલ્મોનું ભાવિ નક્કી કરશે
Advertisement
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય જ્યુરી મેમ્બર તરીકે હશે. દીપિકા પાદુકોણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી કરી હતી અને ત્યારબાદ વર્ષ 2007માં ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' દ્વારા હિન્દી સિનેમામાં હલચલ મચાવી હતી. આ ભૂમિકા માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો અને ત્યાર બાદ તેણે ક્યારેય કરિયરમાં પાછું વળીને જોયું નથી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 'ગોલિયોં કી રાસલીલા - રામલીલા' અને 'પીકુ' જેવી આકર્ષક ફિલ્મો આપી હતી.
હોલીવુડની ફિલ્મમાં કામ કર્યું 
દીપિકા પાદુકોણે હોલીવુડ ફિલ્મ XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજમાં પણ કામ કર્યું છે. હવે દીપીકા ફ્રેન્ચ અભિનેતા વિન્સેન્ટ લિન્ડન ફેસ્ટિવલની 75મી આવૃત્તિ માટે જ્યુરી મેમ્બર તરીકે અધ્યક્ષતા કરશે. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મે થી 28 મે સુધી ચાલશે. તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં થાય છે. કોવિડને કારણે છેલ્લાં 3 વર્ષ કરતાં વધુ સમયથી આ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ન હતો. 
અન્ય જ્યુરી સભ્યો કોણ હશે?
દીપિકા પાદુકોણ ઉપરાંત, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી રેબેકા હોલ, સ્વીડનની નૂમી રેપ્સ, ઈટાલીની ફિલ્મ નિર્માતા જાસ્મીન ટર્ન્કા, ઈરાનના અસગર ફરહાદી પણ જોવા મળશે. આ સિવાય અમેરિકાના જેફ નિકોલ્સ અને નોર્વેના જોચીન ટ્રિયર પણ જ્યુરીનો ભાગ હશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દીપિકાના જ્યુરીમાં સામેલ થવાની માહિતી આપવામાં આવી છે.

દીપિકા પાદુકોણે પણ આ સમાચાર શેર કર્યા 
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે વર્ષ 2017માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની જ્યુરીનો ભાગ બનવા વિશે ચાહકોને જાણ કરી છે. દીપિકાએ જ્યુરી સાથે પોતાનો ફોટો પણ મુક્યો છે. અભિનેત્રીની આ સિદ્ધિ પર ચાહકો પણ ઘણાં ખુશ છે.
Advertisement
Tags :
Advertisement

.

×