Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન દીપિકાના હાર્ટ બીટ વધ્યાં, તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું

બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણને લગતા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, મળતાં સમાચારો  મુજબ હૈદરાબાદમાં રામુજી ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે હાલ હૈદરાબાદમાં અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છે.હૃદયના ધબકારા વધી જતાં હોસ્પિટલ જવું પડ્યું મીડિયા રિપોર્ટ્સ અનà«
હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન દીપિકાના હાર્ટ બીટ વધ્યાં  તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું
Advertisement
બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણને લગતા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, મળતાં સમાચારો  મુજબ હૈદરાબાદમાં રામુજી ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે હાલ હૈદરાબાદમાં અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છે.
હૃદયના ધબકારા વધી જતાં હોસ્પિટલ જવું પડ્યું 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણને હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ થવા લાગી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તે હૈદરાબાદની કામીનેની હોસ્પિટલ પહોંચી જ્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હોટલમાં આરામ કરી રહી છે અને ડૉક્ટરની દેખરેખમાં પણ છે.
શું દીપિકા શૂટિંગમાં પાછી આવી?
તે જ સમયે, સાઉથના મનોબાલા વિજયબાલને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે દીપિકા હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પ્રોજેક્ટના શૂટિંગમાં પરત ફરી છે. હજુ સુધી દીપિકા કે દીપિકાની પીઆર ટીમ દ્વારા આ બાબત અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી આપવમાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા હાલમાં આરામ કરી રહી છે. તેના હાર્ટબીટ વધી ગયા હતાં અને તેને ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. 
 


12 જૂને હૈદરાબાદમાં આવેલી કામીનેની હોસ્પિટલમાં ગઈ 
હાલમાં  અહેવાલ છે કે દીપિકા પાદુકોણે હાલમાં  હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. પરંતુ શૂટિંગ દરમિયાન તેની તબિયત બગડતાં તે તરત જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. આ પહેલાં પણ તેને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઇ હતી . દીપિકા પાદુકોણ રવિવારે 12 જૂને હૈદરાબાદમાં આવેલી કામીનેની હોસ્પિટલમાં ગઈ હતી. અચાનક તબિયત બગડતાં તે ડૉક્ટરની સલાહ લેવા ગઈ હતી. કામિનેની હોસ્પિટલ દીપિકા પાદુકોણના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી આપવા તૈયાર નથી. એવું અનુમાન છે કે દીપિકા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.

×