રક્ષામંત્રી Rajnath Singh નો લક્કીનાળા ખાતેનો કાર્યક્રમ મોકૂફ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ (Union Defence Minister Rajnath Singh) ની કચ્છ મુલાકાતના બીજા દિવસે, તેમનો મહત્વનો કાર્યક્રમ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવ્યો છે.
Advertisement
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ (Union Defence Minister Rajnath Singh) ની કચ્છ મુલાકાતના બીજા દિવસે, તેમનો મહત્વનો કાર્યક્રમ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવ્યો છે. રક્ષામંત્રી લક્કીનાળા ખાતે સેનાના જુદા જુદા શસ્ત્રોનું નિરીક્ષણ કરવાના હતા અને ત્યાં જ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે, પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે રક્ષામંત્રી રાજનાથસિંહ લક્કીનાળાના બદલે ભુજ ખાતે શસ્ત્રપૂજનની વિધિ પૂર્ણ કરશે.
Advertisement


