Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભારતીય ચૂંટણી પંચે આજે ચૂંટણી તારીખોની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધાર્યો છે. 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભારતીય ચૂંટણી પંચે આજે ચૂંટણી તારીખની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધાર્યો છે. 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. 10 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, જ્યારે 17 જાન્યુઆરી ઉમેદવારી માટેની અંતિમ તારીખ રહેશે. 18 જાન્યુઆરીએ નામાંકનની ચકાસણી અને 20 જાન્યુઆરી સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે દેશભરના મિજાજને આ ચૂંટણી અસર કરશે.
Advertisement


