સત્ય નિકેતન વિસ્તારમાં બાંધકામ હેઠળની ઈમારત ધરાશાયી, 2 મજૂરનું રેસ્ક્યુ, 3 હજુ પણ ફસાયા
દિલ્હીના સત્ય
નિકેતન વિસ્તારમાં સોમવારે બપોરે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની
જાણકારી મળતા જ 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં
આવ્યા હતા. આ અકસ્માતમાં 5 મજૂરો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો દ્વારા તેમને બચાવવાના
પ્રયાસો હાથ ધરવામાં
આવ્યા છે. અત્યાર સુધીમાં બે મજૂરોને બચાવી
લેવાયા છે અને બાકીના ત્રણને બચાવવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં
સોમવારે એક મકાન ધરાશાયી થતાં પાંચ મજૂરો ફસાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે
કે જ્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું.
Rescue operation underway pic.twitter.com/7trjKSqkgS
— ANI (@ANI) April 25, 2022" title="" target="">javascript:nicTemp();
આ દુર્ઘટનાની
જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટી તંત્ર રાહત અને બચાવ
કાર્યમાં લાગેલું છે. હું પોતે ઘટના સાથે જોડાયેલી દરેક માહિતી લઈ રહ્યો છું. દિલ્હી
ફાયર સર્વિસીસના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે અમને બપોરે લગભગ 1.24 વાગ્યે સત્ય નિકેતન બિલ્ડિંગ નંબર 173માં મકાન ધરાશાયી થવાની માહિતી મળી
હતી. ઘટનાસ્થળે છ ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાટમાળ નીચે પાંચ
મજૂરો ફસાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે તેમની ટીમ
પણ સ્થળ પર છે અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે.


