Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનીષ સિસોદીયાના ઘરે રેઈડ બાદ દિલ્હી સરકારની મોટી કાર્યવાહી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish Sisodia) ત્યાં આજે CBIએ દરોડા પાડ્યા હતા. એજન્સીની 14 કલાકની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા સહિત 15 સામે CBIએ ફરિયાદ નોંધી છે. CBIના દરોડા બાદ દિલ્હી સરકારના 12 IAS ઓફિસર્સની ટ્રાન્સફર/પોસ્ટિંગના આદેશ થયાં છે.દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના આદેશ પર દિલ્હી સેવા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અંજૂ મંગલા તરફથી તમામ IAS અધિકારીઓને તાત્કાલિક અસરથી નવો પદભàª
મનીષ સિસોદીયાના ઘરે રેઈડ બાદ દિલ્હી સરકારની મોટી કાર્યવાહી
Advertisement
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish Sisodia) ત્યાં આજે CBIએ દરોડા પાડ્યા હતા. એજન્સીની 14 કલાકની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા સહિત 15 સામે CBIએ ફરિયાદ નોંધી છે. CBIના દરોડા બાદ દિલ્હી સરકારના 12 IAS ઓફિસર્સની ટ્રાન્સફર/પોસ્ટિંગના આદેશ થયાં છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના આદેશ પર દિલ્હી સેવા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અંજૂ મંગલા તરફથી તમામ IAS અધિકારીઓને તાત્કાલિક અસરથી નવો પદભાર સંભાળવાનો આદેશ જાહેર કરાયો છે. ઘણાં IAS અધિકારીઓને વધારાનો ચાર્જ  પણ સોંપવામાં આવ્યો છે. ટ્રાન્સફર/પોસ્ટિંગ (IAS Transfer/Posting) આપવામાં આવેલા IASમાં સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઉપરાજ્યપાલ મનીષ સિસોદીયા અને ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી આરવ ગોપી કૃષ્ણ સિવાય 25 સ્થળોએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, CBIએ ગત વર્ષે નવેમ્બરમાં લાવેલી દિલ્હી એક્સાઈઝ નીતિ બનાવવા અને તેના અમલીકરણમાં કથિતરીતે ગેરરીતિઓને જોતા ફરિયાદ નોંધાવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.

×