હનુમાન જયંતિની શોભાયાત્રામાં હંગામો, તોડફોડ બાદ આગચંપી, અમિત શાહે કમિશનર સાથે વાત કરી
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે હનુમાન જયંતિ પર નિકળેલી
શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ઉગ્ર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનામાં
અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર
પાસેથી આ ઘટના અંગે અપડેટ લીધી છે. કુશલ સિનેમા પાસે આ ઘટના બની હતી. લોકોએ બે
વાહનોને આગ ચાંપી દીધી છે. એક દુકાનને પણ આગ લગાવવામાં આવી છે. એક પોલીસકર્મીને પણ
ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.
Delhi | Heavy security deployed in the Jahangirpuri area after a clash between two groups. pic.twitter.com/srp5AZQuix
— ANI (@ANI) April 16, 2022" title="" target="">javascript:nicTemp();
જિલ્લા પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ સાથે
ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તપાસની સાથે લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ
કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે જહાંગીરપુરીમાં સરઘસ પર જઈ
રહેલા લોકો પર પથ્થરમારો અને છૂટાછવાયા આગચંપી થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર
અમારા તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે છે. સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે કહ્યું કે
વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
કેજરીવાલની અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવાની અપીલ
કરી છે. કેજરીવાલે કહ્યું કે - હું દરેકને શાંતિ જાળવવાની અપીલ કરું છું.
રાષ્ટ્રીય રાજધાનીમાં શાંતિ જાળવી રાખવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું.
અમિત શાહે કમિશનર સાથે કરી વાત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જહાંગીરપુરીની ઘટના અંગે દિલ્હી
પોલીસ કમિશનર અને પોલીસ કમિશ્નર (કાયદો અને વ્યવસ્થા) સાથે વાત કરી અને તેમને
કાયદો અને વ્યવસ્થા જાળવવા કહ્યું. પોલીસે નિવેદનમાં કહ્યું છે કે આ હંગામા દરમિયાન ઘણા પોલીસકર્મીઓ
ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કુશલ
સિનેમા પાસે પથ્થરમારો થયો હતો.


