Delhi Red Fort Blast: દિલ્હીમાં થયો મોટો આતંકી હુમલો, એક કારમાં બ્લાસ્ટ અને દેશ દહેશતમાં
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં મોટો બ્લાસ્ટ થયો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે દેશમાં આતંકવાદી ષડયંત્રના ખુલાસા...
Advertisement
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં મોટો બ્લાસ્ટ થયો
- વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી
- કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે
દેશમાં આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને લીધે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી ગઈ હતી, જેમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. બ્લાસ્ટની ઘટના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 લોકોના મોત થયા છે અને 14 થી વધુ ઘાયલ થયા છે.
Advertisement


