Unseasonal Rains in Gujarat : Aravalli ના ભિલોડામાં વરસાદ બાદ તારાજી
અરવલ્લીના ભિલોડામાં વરસાદ બાદ ભારે તારાજી સર્જાવા પામી છે. પવન સાથે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાઈ જવા પામ્યું હતું.
Advertisement
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદ બાદ ભારે તારાજી સર્જાવા પામી હતી. ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ઝુંપડા પડ્યા હતા. તેમજ અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા. કિશનગઢમાં મકાનના છાપરા ઉડ્યા હતા. લીલછા ધોલવાણી રોડ પર વૃક્ષો પણ પડ્યા હતા. તેમજ અનેક સ્થળોએ વીજળી ડુલ થતા લોકોએ રાત અંધારામાં વિતાવી હતી.
Advertisement


