Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

80 ટકા દિવ્યાંગ, પણ મન એવું મક્કમ કે સડસડાટ ચઢી જાય છે આખો ગીરનાર

કહેવાય છે કે મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી, આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છીએ જે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે..વાત કરીએ છીએ રાજકોટના વિપુલભાઇ બોકરવાડિયાની.. વિપુલભાઇ બોકરવાડિયા 80 ટકા દિવ્યાંગ હોવા છતાં આખો ગીરનાર ચઢી જાય છે. તેઓ અત્યાર સુધી બે વખત ગીરનારના સૌથી સર્વોચ્ચ શીખર એવા દત્તાત્રેયના દર્શન કરીને આવ્યા છે. અને પાંચ વખત ગીરનાર પર આવેલા અંબાજી મંદિર સુધી દરà«
80 ટકા દિવ્યાંગ  પણ મન એવું મક્કમ કે સડસડાટ ચઢી જાય છે આખો ગીરનાર
Advertisement
કહેવાય છે કે મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી, આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છીએ જે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે..વાત કરીએ છીએ રાજકોટના વિપુલભાઇ બોકરવાડિયાની.. વિપુલભાઇ બોકરવાડિયા 80 ટકા દિવ્યાંગ હોવા છતાં આખો ગીરનાર ચઢી જાય છે. તેઓ અત્યાર સુધી બે વખત ગીરનારના સૌથી સર્વોચ્ચ શીખર એવા દત્તાત્રેયના દર્શન કરીને આવ્યા છે. અને પાંચ વખત ગીરનાર પર આવેલા અંબાજી મંદિર સુધી દર્શન કરી આવ્યા છે. આ વખતે તેઓ આઠમી વખત ગીરનાર ચઢવા જઇ રહ્યા છે. 

2 વર્ષના હતા ત્યારે વિકલાંગતા આવી ગઇ 
વિપુલ ભાઈ કહે છે કે તેઓ જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમને પગમાં વિંકલાંગતા આવી ગઈ હતી અને તેઓ 80 ટકા વિકલાંગ બની ગયા હતા..વિકલાંગતાથી જરાય નિરાશ થયા વગર તેમણે અભ્યાસ કર્યો પછી તેમને જીવનમાં લોકો પ્રેરણા લે એવું કંઈક કરવાની જંખના થઈ.. 
2012માં પહેલી વખત ગીરનાર ચઢ્યા હતા 
2012માં પહેલી વખત વિપુલ ભાઈ 5 વ્યક્તિ સાથે જુનાગઢ ગિરનાર ચડવા માટે ગયા હતા. એમ કરતા કરતા દર વર્ષે જવા લાગ્યા. અને અત્યાર સુધીમાં 7 વખત જઈ આવ્યા છે અને આ વખતે અમે 8મી વાર ગિરનાર ચડવા જવાના છે. વિપુલ ભાઈ ના મિત્રો તેમને યાત્રા દરમિયાન ઉત્સાહિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે 2018 માં વિપુલ ભાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું, અને મેડલ પણ એનાયત થયો હતો. 

દિવ્યાંગોને પ્રેરણા આપવા ચઢે છે ગીરનાર 
વિપુલભાઇએ કહ્યું હતું કે મારો ઉદ્દેશ દિવ્યાંગોને પ્રેરણા આપવાનો છે. દરેક દિવ્યાંગે પગભર બનવું જોઇએ.તમે જે પણ ફિલ્ડમાં કામ કરતા હો ત્યાં મહેનત કરવાથી તેનું ફળ મળે જ છે. વિપુલભાઇ સાથે ગિરનાર પર્વત પર પર્વતારોહણ કરનાર પિનલ ટીલવાએ કહ્યું હતું કે વિપુલભાઇએ અમને પ્રેરણા આપી છે.વિપુલભાઇ દિવ્યાંગ થઇને પણ ગિરનાર ચડી શકતા હોય તો અમે કેમ નહિ? જેથી વિપુલભાઇ સાથે અમે હવે 80 થી 90 લોકો ગિરનાર પર્વતારોહણ કરીએ છીએ.તેમની સાથે પર્વત ચડવાને કારણે અમને ઉત્સાહ મળે છે અને તેની પ્રેરણાથી અમે સડસડાટ ગીરનાર ચઢી જઇએ છીએ..
દિવ્યાંગ હોવાને લઇને નિરાશ થઇ જતા અનેક લોકો માટે વિપુલભાઇ પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×