Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોક્સ ઓફિસ પર જ્વલંત સફળતા છતાં, તેલુગુ ફિલ્મ સિનેમાને 190 કરોડનું નુકશાન થયું

2022માં રીલિઝ થયેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર પ્રાદેશિક સિનેમાઘરોમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં આ ફિલ્મના દર્શકો આ ફિલ્મોની દીવાનગી ઓછી નથી થઇ. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મોમાં એસએસ રાજામૌલીની 'RRR' અને પ્રશાંત નીલની 'KGF: ચેપ્ટર 2'નો સમાવેશ થાય છે. રામ ચરણ અને àª
બોક્સ ઓફિસ પર જ્વલંત સફળતા છતાં  તેલુગુ ફિલ્મ સિનેમાને 190 કરોડનું નુકશાન થયું
Advertisement
2022માં રીલિઝ થયેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર પ્રાદેશિક સિનેમાઘરોમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં આ ફિલ્મના દર્શકો આ ફિલ્મોની દીવાનગી ઓછી નથી થઇ. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મોમાં એસએસ રાજામૌલીની 'RRR' અને પ્રશાંત નીલની 'KGF: ચેપ્ટર 2'નો સમાવેશ થાય છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર 'RRR' એ વૈશ્વિક સ્તરે રૂ. 1106 કરોડની કમાણી કરી છે. જ્યારે યશ સ્ટારર ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ એ રૂ. 1095.83 કરોડની કમાણી કરી છે.
તેલુગુ સિનેમાએ  બોક્સ ઓફિસ પર ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો પરંતુ, કમનસીબે, તે જ સમયે, તેલુગુ સિનેમા દ્વારા નિષ્ફતાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેણે પણ ઇન્ડ્સ્ટ્રીના લોકોને હચમચાવી દીધા. વાસ્તવમાં, માર્ચ મહિના પહેલા ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ '83' હતી, જેને 80 કરોડનું નુકસાન થયું હતું. જો કે, માર્ચમાં પ્રભાસની રાધે શ્યામ આવી અને બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડથી વધુનું નુકશાન કરનાર ભારતીય સિનેમાના ઈતિહાસમાં પ્રથમ ફિલ્મ બની. 
'રાધે શ્યામ' રિલીઝ થયાના લગભગ એક મહિના પછી, તેલુગુ સિનેમાએ ચિરંજીવી અને રામ ચરણ અભિનીત 'આચાર્ય' રિલીઝ કરી.' તો રાધે શ્યામ'ના પગલે 'આચાર્ય' પણ બોક્સ ઓફિસ પર પોતાનો કંઇ ખાસ જાદૂ બતાવી શકી નથી. રિપોર્ટ અનુસાર, 'આચાર્ય'ને બોક્સ ઓફિસ પર 80 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને તે તેલુગુ સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ  સાબિત થઇ છે, 
આ સિવાય આ વર્ષની ભારતીય સિનેમાની ટોચની પાંચ સૌથી મોટી ફ્લોપ રહી છે. 
1. રાધે શ્યામ- 110 કરોડનું નુકસાન
2. આચાર્ય - 80 કરોડનું નુકસાન
3. 83 - 80 કરોડનું નુકસાન
4. બોમ્બે વેલ્વેટ - રૂ. 70 કરોડનું નુકસાન
5. મોહેંજોદડો - રૂ. 55 કરોડનું નુકસાન
Tags :
Advertisement

.

×