Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં Rajkot સિવિલમાં રખડતા શ્વાનનો આતંક!

Rajkot News : સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાના ભાગરૂપે, રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ શહેરની 39 હોસ્પિટલો તેમજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ સહિત અન્ય સરકારી કચેરીઓને તાત્કાલિક પત્ર લખીને કડક ચેતવણી આપી છે.
Advertisement
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજકોટ મનપાએ પત્ર લખ્યો
  • સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં રખડતા શ્વાનને લઈને પત્ર
  • 39 હોસ્પિટલ, તમામ સરકારી અને ખાનગી શળાને પત્ર લખ્યો
  • હોસ્પિટલ કે કોઈપણ સરકારી ઇમારતમાં શ્વાન દેખાશે તો જવાબદારી તેમની
  • શ્વાનને સંપૂર્ણ જવાબદારી જે-તે સિક્યોરિટી એજન્સીની રહેશે
  • શ્વાન જોવા મળશે તો સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી થશે
  • મનપાનો પત્ર જાહેર થયા પછી પણ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન જોવા મળ્યા
  • દર્દીઓ અને પરિજનોમાં ભારે રોષ, શ્વાન કરડશે તો જવાબદાર કોણ?

Rajkot News : સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાના ભાગરૂપે, રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ શહેરની 39 હોસ્પિટલો તેમજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ સહિત અન્ય સરકારી કચેરીઓને તાત્કાલિક પત્ર લખીને કડક ચેતવણી આપી છે.

શ્વાન જોવા મળશે તો સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી થશે

પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, હવે પછી કોઈપણ હોસ્પિટલ કે સરકારી ઇમારત પરિસરમાં રખડતા શ્વાન જોવા મળશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે સંસ્થાની સિક્યોરિટી એજન્સીની ગણાશે અને સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મનપાનો આ પત્ર જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ રાજકોટની સિવિલ હોસ્પિટલના પરિસરમાં રખડતા શ્વાન ફરીથી જોવા મળ્યા હતા, જેને કારણે દર્દીઓ અને તેમના પરિજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ શ્વાન કોઈને કરડશે તો તેની જવાબદારી કોણ લેશે? આ ઘટના સિક્યોરિટી એજન્સીઓની બેદરકારી અને RMCના આદેશોના અસરકારક અમલ સામે મોટો પડકાર રજૂ કરે છે.

Advertisement

આ પણ વાંચો :   Rajkot : ફરી એકવાર ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની ચઢાવાઈ બલિ

Advertisement

Tags :
Advertisement

.

×