Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચમહાલના 4 પોલીસ અધિકારીને DGP's Commendation Disc એનાયત

રાજ્ય પોલીસ દ્વારા વર્ષ 2020માં રાજ્યમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા બજાવવામાં આવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP's Commendation Disc - 2020 મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ અધિકારીઓ - કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને આજે કરાઈ,ગાંધીનગર ખાતે DGP's Commendation Disc એનાયત કરવામાં આવશે. વર્ષ 2020 માં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે રાજ્ય કમિટી દ્
પંચમહાલના 4 પોલીસ અધિકારીને  dgp s commendation disc એનાયત
Advertisement

રાજ્ય પોલીસ દ્વારા વર્ષ 2020માં રાજ્યમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા બજાવવામાં આવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP's Commendation Disc - 2020 મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ અધિકારીઓ - કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને આજે કરાઈ,ગાંધીનગર ખાતે DGP's Commendation Disc એનાયત કરવામાં આવશે. 


વર્ષ 2020 માં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે રાજ્ય કમિટી દ્વારા પંચમહાલ ( ગોધરા ) રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ રાજેન્દ્રસિંહ સીસોદીયા અને નાદિરઅલી સૈયદની પસંદગી કરવામાં આવી છે.  
Advertisement

DGP's Commendation Disc - 2020 માટે પંચમહાલ જિલ્લામાંથી પસંદગી પામેલા 4 પોલીસ અધિકારી - કર્મચારીઓને આજે ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેડલ એનાયત કરાશે જેથી પંચમહાલ જિલ્લા પોલીસ બેડામાં હર્ષની લાગણી પ્રવર્તી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેડલ રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ - કર્મચારીઓને તેમની સંપૂર્ણ ફરજ દરમિયાન કરવામાં આવતી વિશિષ્ટ કામગીરીઓને ધ્યાને લઈને આપવામાં આવે છે. જેમ કે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તેઓની સુરત ખાતેની ફરજ દરમિયાન સુરત A ડિવિઝન વિસ્તારમાં પાટીદાર આંદોલન વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીને લઈને તેમની આ મેડલ માટે પસંગદી કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ જિલ્લા એલસીબીમાં હાલમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સિસોદીયાએ કડાણા , પાનમ ડેમમાથી પાણી છોડાતા શહેરા પોલીસ સ્ટેશનના નદી કાંઠાના ગામમા મત્સ્યગંધા બોટમા સતત ત્રણ દિવસ વરસતા વરસાદમાં પુરગ્રસ્ત વિસ્તારમા જાનમાલની ખુવારી અટકાવી માલ સામાન સલામત સ્થળે ખસેડવાની તેમજ જનમેદની ઉગારવાનુ કામ કર્યું છે. જયારે હાલોલ પોલીસમથક વિસ્તારમાં વિદેશી દારૂની ગાડીને પકડવા માટે પોતાની જાનની પરવા કર્યા વગર તે ગાડીનો પીછો ફિલ્મી ઢબે કરી તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. હાલમાં પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા નાદિરઅલી સૈયદએ વોન્ટેડ આરોપી તેમજ જેલમાંથી ભાગી ગયેલા આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયમાં ઝડપી પાડ્યા હતા. તેઓએ 35 વર્ષ પહેલા નોંધાયેલા ગંભીર પ્રકારના હત્યા તેમજ બળાત્કારના ગુન્હા આરોપીઓને રાજ્ય તેમજ રાજ્ય બહારથી પકડી લાવવાની કામગીરી કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×