Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat નું પહેલું ઈકો વિલેજ Surat નું 'ધજ'

પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવીને ગોકુળિયા ગામની ઉપમાને સાર્થક કરતું માંડવી તાલુકાનું ધજ ગામ પ્રકૃતિ અને માનવસંસાધનોના સાર્થક ઉપયોગથી ધજ ગામે આદર્શ ગામની વ્યાખ્યાને ચરિતાર્થ કરી ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કરી...
Advertisement
  • પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવીને ગોકુળિયા ગામની ઉપમાને સાર્થક કરતું માંડવી તાલુકાનું ધજ ગામ
  • પ્રકૃતિ અને માનવસંસાધનોના સાર્થક ઉપયોગથી ધજ ગામે આદર્શ ગામની વ્યાખ્યાને ચરિતાર્થ કરી
  • ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કરી રહી છે જંગલની જાળવણી

સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યુ છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ ૨૦૧૬માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે, એમ નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવે છે.

Advertisement
Tags :
Advertisement

.

×