Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટના મેદાનમાં કમાલ કર્યા બાદ ધોની ફિલ્મી દુનિયામાં કરશે પ્રવેશ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીનો ક્રિકેટના મેદાનમાં જાદુ સૌ કોઇ જોઇ જ ચુક્યા છે. હવે માહિતી મળી રહી છે કે તે ફિલ્મી દુનિયામાં પ્રવેશવાના છે. IPL 2022 પછી આ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. CSK ના કેપ્ટન એમએસ ધોની હાલમાં મુંબઈમાં છે અને IPL રમી રહ્યા છે. આ અંગે IPL પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) હવે ફિલ્મોમાં ધમાલ મચાવવા માટે તૈયાર
ક્રિકેટના મેદાનમાં કમાલ કર્યા બાદ ધોની ફિલ્મી દુનિયામાં કરશે પ્રવેશ
Advertisement
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીનો ક્રિકેટના મેદાનમાં જાદુ સૌ કોઇ જોઇ જ ચુક્યા છે. હવે માહિતી મળી રહી છે કે તે ફિલ્મી દુનિયામાં પ્રવેશવાના છે. IPL 2022 પછી આ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. CSK ના કેપ્ટન એમએસ ધોની હાલમાં મુંબઈમાં છે અને IPL રમી રહ્યા છે. આ અંગે IPL પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) હવે ફિલ્મોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. જોકે, તમે જાણતા જ હશો કે માત્ર ઉત્તર જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ તેમની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. જીહા અને તમિલનાડુમાં તેમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તમે જાણો છો કે વર્ષ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં પ્રવેશ કર્યા બાદ તેમણે દક્ષિણના લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ધોનીને ત્યાંના લોકો પ્રેમથી થાલા અને લીડર તરીકે બોલાવે છે. આવી સ્થિતિમાં હવે તેમના વિશે સમાચાર આવી રહ્યા છે કે, તે તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જીહા, અને તેમણે સાઉથની સૌથી મોંઘી અભિનેત્રી નયનતારા સાથે હાથ મિલાવ્યો છે. જીહા, ધોની નિર્માતા તરીકે ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે. મહત્વનું છે કે, ધોનીના પ્રોડક્શનમાં બની રહેલી પહેલી તમિલ ફિલ્મમાં નયનતારા મુખ્ય ભૂમિકામાં હશે અને તેની સાથે સંજય હશે, જે સાઉથના દિગ્ગજ અભિનેતા રજનીકાંતના નજીકના સહયોગી છે. 
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નયનતારા ધોનીની ડેબ્યૂ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે અને આ અંગે IPLની વર્તમાન સિઝન પછી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો સામે આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ આ મહિને ફ્લોર પર જશે. જોકે, લોકો આ રીતે તમિલ સિનેમામાં ધોનીની એન્ટ્રીને પસંદ કરી રહ્યા છે. હવે જો અભિનેત્રી નયનતારાની વાત કરીએ તો આ દિવસોમાં તે બોયફ્રેન્ડ વિગ્નેશ સાથેના લગ્ન અને રિસેપ્શનને લઈને ચર્ચામાં છે. આ સાથે, તે અભિનેત્રી સામંથા અને વિજય સેતુપતિ સાથે ફિલ્મ kaathuvaakula rendu kaadhal કરી રહી છે, જે રિલીઝ થવા માટે તૈયાર છે.
Tags :
Advertisement

.

×