Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે ભાત ખાઈને પણ કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ ,કરો બસ આ કામ .....

આજે  વિશ્વમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસ આજે માત્ર  ઉંમરલાયક  વ્યક્તિને જ નહી યુવાનોને પણ થાય છે .ડાયાબિટીસના દર્દીના  શરીરમાં બ્લડ શુગરનું સ્તર જાળવી રાખવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને ભાત ખાવાની મનાઈ હોય  છે, કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ હોય છે,  જે દર્દીઓના બ્લડ શુગર લà«
હવે ભાત  ખાઈને પણ કંટ્રોલમાં  રહેશે ડાયાબિટીસ  કરો બસ આ કામ
Advertisement
આજે  વિશ્વમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસ આજે માત્ર  ઉંમરલાયક  વ્યક્તિને જ નહી યુવાનોને પણ થાય છે .ડાયાબિટીસના દર્દીના  શરીરમાં બ્લડ શુગરનું સ્તર જાળવી રાખવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને ભાત ખાવાની મનાઈ હોય  છે, કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ હોય છે,  જે દર્દીઓના બ્લડ શુગર લેવલને વધારે છે. 
પોઝના યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના પોલિશ સંશોધકોના જૂથે પ્રકાર 1 ડાયાબિટીસ ધરાવતા 32 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો .જેમાં સંશોધન દરમિયાન દર્દીઓને બે અલગ-અલગ પ્રકારનું ભોજન આપવામાં  આવ્યા  હતા . ભોજન પહેલાં સંશોધકોએ આ તમામ દર્દીઓના બ્લડ શુગર લેવલની સરખામણી કરી હતી  .જે અંતર્ગત  સંશોધકોએ શોધી કાઢ્યું કે જ્યારે દર્દીઓ ઠંડા ભાત ખાય છે,  ત્યારે તેમના બ્લડ સુગરનું સ્તર વધુ સ્થિર  જોવા મળે છે . અને  જયારે દર્દીઓ  ગરમ ભાત ખાય  તો તેમના બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધતું જોવા મળે છે.
આપણે ભાત જેવા કૂલ કાર્બોહાઇડ્રેટ્સને ડાયટમાં સામેલ કરીને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકીએ  છીએ . ગરમ  બનાવેલા  ભાતની સરખામણી એ  ઠંડા ભાતમાં  સ્ટાર્ચનું પ્રમાણ  વધુ  જોવા મળે છે. આમ પણ  સ્ટાર્ચને પચવામાં લાંબો સમય લાગે છે. ઠંડા ભાત ખાવાથી  પેટ લાંબા સમય સુધી ભરેલું  રહે છે  તેમજ  વજન ઘટાડવામાં  પણ મદદરૂપ નીવડે  છે . 
  
Tags :
Advertisement

.

×